મુંબઇમા આજે અને આવતી કાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારથી વરસી રહેલા વરસાદને કારણે મધ્ય રેલ્વેની લોકલ ટ્રેન સેવાઓ પર તેની અસર પડી છે.સેન્ટ્રલ અને હાર્બર લાઇન પર ટ્રેનો મોડી ચાલી રહી છે. જે બાબતને લઈને હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,આગામી 2-3 કલાકમાં ભારે વરસાદ ચાલુ રહેશે.અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ પાણીમાં ગરકાવ છે તો થાણે જિલ્લાના વસઇ, નાલાસોપારા અને વિરારમાં પાણી ભરાવા લાગ્યા છે.
મલાડ સબવે પાસેની સોસાયટીમાં પાણી ભરાઇ રહ્યા છે,આથી સબવે લોકોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે. ગોરેગાંવ, દહિંસર સબવે, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇ-વે પર પાણી ભરાઇ ગયા છે. આ ઉપરાંત થાણેમાં 9 કલાકમાં 50mm સુધી વરસાદ નોંધાયો છે. કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા છે.