ETV Bharat / bharat

TRP કૌભાંડમાં મુંબઈ પોલીસે 1400 પાનાની ચાર્જશીટ રજૂ કરી - કર્ણાટક હાઈકોર્ટ

ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ (ટીઆરપી) કૌભાંડની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. મુંબઈ પોલીસે 1400 પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, પોલીસે સવારે 10.30 કલાકે ચાર્જશીટ રજૂ કરી હતી.

TRP કૌભાંડમાં મુંબઈ પોલીસે 1400 પાનાની ચાર્જશીટ રજૂ કરી

author img

By

Published : Nov 25, 2020, 1:31 PM IST

  • ટીઆરપી કૌભાંડ મામલે મુંબઈ પોલીસે ચાર્જશીટ તૈયાર કરી
  • મુંબઈ પોલીસે 1400 પાનાની ચાર્જશીટ રજૂ કરી
  • અનેક વિજ્ઞાપનદાતાઓનું પણ નિવેદન ચાર્જશીટમાં સામેલ

મુંબઈઃ એક અધિકારીએ આ અંગે કહ્યું, 1400 પાનાની ચાર્જશીટમાં લગભગ 140 લોકોનું નામ સાક્ષી તરીકે મુકવામાં આવ્યું છે, જેમાં "બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સીલ (BARC)"ના અધિકારી, ફોરેન્સિક તજજ્ઞ, ફોરેન્સિક ઓડિટર, વિજ્ઞાપનદાતા, બેરોમીટરનો ઉપયોગ કરનારા લોકો તથા અન્ય લોકો પણ સામેલ છે. અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધી આ મામલામાં રિપબ્લિક ટીવીના પશ્ચિમી ક્ષેત્ર વિતરણ પ્રમુખ અને બે અન્ય ચેનલોના માલિકો સહિત 12 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વિજ્ઞાપનદાતાઓનું નિવેદન પણ આ ચાર્જશીટમાં સામેલ છે, જેમાં તેમણે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

પૂરક ચાર્જશીટમાં વધુ 2 હજાર પાના જોડવામાં આવશે

અધિકારીએ વધુમાં કહ્યું, રિપબ્લિક ટીવીના ખાતા સહિત ચેનલોના ફોરેન્સિક ઓડિટ પણ દસ્તાવેજનો હિસ્સો છે. પૂરક ચાર્જશીટમાં વધુ 2 હજાર પાના જોડવામાં આવશે, જેમાં ફોરેન્સિક અને ટેક્નિકલ પૂરાવા સહિત આરોપીઓના ફોન, લેપટોપ અને કમ્પ્યૂટરોમાંથી કાઢવામાં આવેલી ચેટ લોગ્સ, ઈ-મેલ, સંદેશ અને અન્ય ડેટા પણ સામેલ હશે. કથિત ટીઆરપી કૌભાંડ ગત્ત મહિને જ બહાર આવ્યું હતું. જ્યારે રેટિંગ એજન્સી બાર્કે હંસા રિસર્ચ ગ્રુપ દ્વારા ફરિયાદ નોંધાવી હતી કે, કેટલીક ટેલિવિઝન ચેનલ ટીઆરપીના આંકડાઓમાં હેરાફેરી કરી રહી છે. ટીઆરપી ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. કારણ કે, ટીઆરપી પરથી જ ચેનલોને જાહેરાત મળે છે. મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહે ગત્ત મહિને દાવો કર્યો હતો કે, રિપબ્લિક ટીવી અને બે મરાઠી ચેનલ બોક્સ સિનેમા તથા ફક્ત મરાઠી ટીઆરપીના આંકડાઓમાં છેડછાડ કરી રહ્યા છે. રિપબ્લિક ટીવી અને અન્ય ચેનલે પોતાની ઉપર લગાવેલા તમામ આરોપો ખોટા ગણાવ્યા હતા. પૂર્વમાં રિપબ્લિક ટીવીના મુખ્ય કાર્યકારી અધિકારી અને બે મુખ્ય સંચાલન અધિકારીઓ તથા મુખ્ય નાણાકીય અધિકારીને પોલીસે આ મામલે પૂછપરછ કરવા માટે સમન્સ પાઠવ્યું છે.

મુંબઈ પોલીસની એક ટીમ કર્ણાટકમાં

આ તમામની વચ્ચે મુંબઈ પોલીસની એક ટીમ રિપબ્લિક ટીવીની મુખ્ય સંચાલન અધિકારી પ્રિયંકા મુખર્જીને પકડવા માટે બેંગ્લુરુમાં છે, જેમણે કર્ણાટક હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. આ અરજી પર આજે સુનાવણી થવાની સંભાવના છે. પોલીસે રિપબ્લિક ટીવીના કાર્યકારી એડિટર નિરંજન નારાયણસ્વામી અને વરિષ્ઠ કાર્યકારી એડિટર અભિષેક કપૂરનું નિવેદન પણ લીધું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.