ETV Bharat / bharat

મુંબઈઃ BMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કોરોના વાઈરસથી મોત

મુંબઈમાં BMCના ડેપ્યુટી કમિશનરનું કોરોના વાઈરસના કારણે મોત થયું છે.

mumbai-municipal-corporation-deputy-commissioner-dies-due-to-corona
મુંબઈમાં BMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કોરોના વાઈરસથી મોત
author img

By

Published : Jun 9, 2020, 7:21 PM IST

મુંબઈઃ મુંબઈમાં BMCના ડેપ્યુટી કમિશનરનું કોરોના વાઈરસના કારણે મોત થયું છે.

બૃહદ મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)ના વરિષ્ઠ અધિકારીનું કોરોના વાઇરસને કારણે થયું છે. મીડિયા અહેવાલોમાં મૃતક અધિકારીનું નામ શિરીશ દિક્ષિત તરીકે દર્શાવવામાં આવી રહ્યું છે, જે પાણી પુરવઠા વિભાગમાં ફરજ પર હતાં. આ સિવાય તેઓ BMCમાં ડેપ્યુટી કમિશનર હતા. આજે તેમણે પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતાં.

તમને જણાવી દઈએ કે, 54 વર્ષીય શિરીષ દિક્ષિતનો કોરોના રિપોર્ટ થોડા દિવસો પહેલા પોઝિટિવ આવ્યો હતો. ગઈકાલ સુધી તે નિયમિત રીતે કામ કરવા ઓફિસ આવી રહ્યાં હતાં, પરંતુ ગઇ મધરાતે તેમનું મોત નીપજ્યું હતું.

મહારાષ્ટ્ર પોલીસે મંગળવારે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં ડિપાર્ટમેન્ટમાં એક પણ નવો કેસ આવ્યો નથી. રાજ્યમાં અત્યાર સુધી 2,562 પોલીસ અને અધિકારીઓ સંક્રમિત થઈ ચૂક્યા છે. આ સાથે જ 34 જવાનોના મોત થયા છે.

હાલ મહારાષ્ટ્રમાં પણ કોરોના દર્દીઓનો આંકડો 88 હજારની પાર પહોંચી ગયો છે અને 3,169 લોકોના મોત થયા છે, તો બીજી તરફ 33,229 દર્દીઓ સાથે તમિલનાડુ બીજા ક્રમે છે, અહીંયા 289 લોકોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.