મહારાષ્ટ્રઃ મુંબઇમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે પોલીસ કમિશનરે 55 વર્ષીય પોલીસકર્મીઓને ઘરે રહેવાનો આદેશ આપ્યો છે. દેશમાં કોરોના વાઈરસ રોગચાળાની અસર મહારાષ્ટ્રમાં સૌથી વધુ જોવા મળી છે. સામાન્ય માણસથી માંડીને કોરોના વોરિયર્સ સુધી આ રોગચાળો લોકોને ભરખી રહ્યો છે. જેના પગલે મુંબઈ પોલીસ કમિશનરે આદેશ જાહેર કર્યો છે. જે અંતર્ગત 55 વર્ષથી ઉપરના પોલીસકર્મીઓને ઘરે રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે, તેઓ ફરજ પર રહેશે નહીં.
મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંહે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસમાં કોરોના વાઈરસના કારણે ત્રણ પોલીસકર્મીઓનાં મોત થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારસુધીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ કોરોના વાઈરસના કારણે જીવ ગુમાવ્યો છે. તેને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે આ નિર્ણય લીધો છે.
જો મહારાષ્ટ્રની વાત કરીએ તો, કોરોના વાઈરસના કુલ કેસો 8500 ને વટાવી ગયા છે. જ્યારે રાજ્યમાં અત્યારસુધીમાં 369 લોકોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં મહત્તમ કોરોના વાઈરસના કેસ નોંધાયા છે.