ETV Bharat / bharat

મુંબઈના એક મોલમાં લાગેલી આગ પર 56 કલાક પછી કાબુ મેળવાયો - mumbai news

મુંબઇના સિટી સેન્ટર મોલમાં લાગેલી આગને લગભગ 56 કલાકની મહેનત બાદ રવિવારે વહેલી સવારે ફાયર બ્રિગેડના જવાનોએ કાબૂમાં લીધી હતી. અધિકારીએ કહ્યું કે હાલના સમયમાં શહેરમાં આ કદાચ સૌથી લાંબું અગ્નિ અભિયાન છે.

મુંબઈના એક મોલમાં  આગ
મુંબઈના એક મોલમાં આગ
author img

By

Published : Oct 25, 2020, 2:06 PM IST

  • મોલમાં લાગેલી આગ પર 56 કલાક પછી કાબુ મેળવાયો
  • પાસની ઇમારતમાંથી 3500 લોકોને સ્થળાંતર કરાયા

મુંબઇ : મુંબઇના સિટી સેન્ટર મોલમાં લાગેલી આગને લગભગ 56 કલાકની મહેનત બાદ રવિવારે વહેલી સવારે ફાયર બ્રિગેડના જવાનોએ કાબૂમાં લીધી હતી.આ મહિનાની શરૂઆતમાં, દક્ષિણ મુંબઈના કટલરી માર્કેટમાં લાગેલી આગ પર કાબુ મેળવામાં લગભગ 56 કલાકનો સમય લાગ્યો હતો. મધ્ય મુંબઈના સિટી સેન્ટર મોલના બીજા માળે ગુરુવારે રાત્રે લગભગ 8.50 વાગ્યે આગ લાગી હતી.જેના પર કાબુ મેળવામાં 56 કલાક બાદ કાબુ મેળવાયો.

ઘટનામાં 5 ફાયર કર્મચારીઓ ઇજાગ્રસ્ત

મોલમાં લેવલ 5ની આગ લાગી હતી અને રવિવારે સવારે પાંચ વાગ્યાની આસપાસ તેના પર કાબૂમાં મેળવામાં આવ્યો હતો. ફાયર કર્મચારીએ જણાવ્યું હતું કે, આ અભિયાનમાં લગભગ 14 ફાયર એન્જિનો અને 17 મોટા ટેન્કરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.અધિકારીએ કહ્યું કે સ્થળને ઠંડું કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ઓપરેશન દરમિયાન પાંચ ફાયર કર્મચારીઓને ઈજા થઈ હતી, પરંતુ તેમની હાલત સ્થિર છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે આગ પહેલા સામાન્ય માનવામાં આવી રહી હતી પરંતુ, બાદમાં તે બિલ્ડિંગના અન્ય ભાગોમાં પણ ફેલાઈ હતી અને ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સાવચેતીના પગલા તરીકે નજીકમાં આવેલી ઇમારતમાંથી 3500 થી વધુ લોકોને સ્થળાંતર કરાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.