મુંબઈઃ બૃહદ મુંબઈ નગર નિગમના સાર્વજનિક સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે, મુંબઈમાં આજે 100 નવા દર્દી નોંધાયા છે. મુંબઈમાં આજે પાંચ લોકોના મોત થયાં છે. મૃતકોની સંખ્યા 40 થઈ ગઈ છે. મુંબઈ કુલ 590 લોકો સંક્રમિત છે.
દેશભરમાં કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યા 4789 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ સંક્રમિતોની સંખ્યા 4312 લોકોનો ઈલાજ થઈ રહ્યો છે. 124 લોકોની મોત થયાં છે. 352 લોકોને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.