ETV Bharat / bharat

EDએ મુંબઈ એરપોર્ટ કૌભાંડ કેસમાં GVK ગ્રુપ, MIAL વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યો - GVK , MIAL વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસ

અધિકારીઓના જણાવ્યા અનુસાર ED એ વાતની તપાસ કરશે કે, ગેરકાયદે ટ્રાન્સફર દ્વારા આ નાણાંનો ઉપયોગ વ્યક્તિગત સંપત્તિ બનાવવા માટે કરવામાં આવ્યો હતો કે શું?

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ
author img

By

Published : Jul 7, 2020, 9:00 PM IST

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મુંબઇ એરપોર્ટ કામગીરીમાં રૂપિયા 705 કરોડની કથિત ગેરરીતિની તપાસના સંદર્ભમાં જીવીકે ગ્રુપ, મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

આ કેન્દ્રીય તપાસ એજન્સીએ કેટલાક એકમો સામે તાજેતરમાં નોંધાયેલી સીબીઆઈ એફઆઈઆરનો અભ્યાસ કર્યા પછી મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ એન્ફોર્સમેન્ટ કેસ (એફઆઈઆર સમકક્ષ) ફાઇલ કર્યો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ED એ વાતની તપાસ કરશે કે, ગેરકાયદે ટ્રાન્સફર દ્વારા આ નાણાંનો ઉપયોગ વ્યક્તિગત સંપત્તિ બનાવવા માટે કરવામાં આવ્યો હતો કે શું?

સીબીઆઇનો મામલો જીવીકે એરપોર્ટ હોલ્ડિંગ અને એરપોર્ટ એથોરિટિ ઓફ ઇન્ડિયા તેમજ અન્ય લોકોના દ્વારા મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના ભંડોળમાંથી 705 કરોડ રૂપિયાની કથિત હેરાફેરી સાથે જોડાયેલો છે. વધારે ખર્ચ બતાવીને અને મહેસૂલ ઓછી દેખાડીને અને રેકોર્ડમાં ફેરબદલી કરવામાં આવી છે.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ એમઆઈએલના ડિરેક્ટર ગણપતિ અને એમઆઈએએલના મેનેજિંગ ડિરેક્ટર, તેમના પુત્ર જીવી સંજય રેડ્ડી, જીવીકે એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડ, એમઆઈએલ કંપનીઓ અને અન્ય નવ ખાનગી કંપનીઓ અને એએઆઈના અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

4 એપ્રિલ, 2006ના રોજ, એઆઈએ મુંબઈ એરપોર્ટના આધુનિકીકરણ, જાળવણી, કામગીરી વગેરે માટે MIAL સાથે કરાર કર્યો હતો.

સીબીઆઈએ એફઆઈઆર નોંધ્યા પછી મુંબઇ અને હૈદરાબાદમાં પણ દરોડા પાડ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.