બાળકોમાં કૉવિડ-૧૯ સામાન્ય રીતે મંદ છે. જોકે, જૂજ કેસોમાં, બાળકોને તીવ્ર અસર થઈ શકે છે અને નૈદાનિક જાહેરાત પુખ્તથી અલગ હોઈ શકે છે. મે ૨૦૨૦ના મધ્યથી સીડીસી બાળકોમાં એક જૂજ પરંતુ કૉવિડ-૧૯ સાથે સંકળાયેલી ગંભીર સ્થિતિ એવા બહુપ્રણાલિ સોજો સિન્ડ્રૉમ (મલ્ટિસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રૉમ-એમઆઈએસ-સી)ના અહેવાલો પર નજર રાખી રહ્યું છે અને કૉવિડ-૧૯ બીમારી પછી અથવા કૉવિડ-૧૯ હોય તેવી કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી કેટલાંક બાળકો અને તરુણોમાં આ સિન્ડ્રૉમ કેમ વિકસે છે અને અન્યોમાં કેમ નહીં, તે અંગે અનેક પ્રશ્નો છે.
એમઆઈએસ-સીનો બનાવ અચોક્કસ છે, પરંતુ બાળકોમાં તે કૉવિડ-૧૯ની જૂજ જટિલતા લાગે છે. એક અહેવાલમાં, ૨૧ વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિઓમાં સાર્સ-સીઓવી-૨ના પ્રયોગશાળામાં પુષ્ટ થયેલા ચેપના અંદાજિત બનાવ ૧,૦૦,૦૦૦એ ૩૨૨ હતા અને એમઆઈએસ-સીના બનાવ ૧,૦૦,૦૦૦એ બે હતા.
એમઆઈએસ-સીના પ્રારંભિક અહેવાલો એપ્રિલ ૨૦૨૦માં યુનાઇટેડ કિંગ્ડમમાં ઉદ્ભવ્યા હતા. ત્યાર પછીથી, યુરોપ, કેનેડા, અમેરિકા, દક્ષિણ આફ્રિકા અને હવે ભારત એમ વિશ્વના અન્ય ભાગોમાં પણ આ રીતે જ અસર પામેલાં બાળકોના અહેવાલો છે.
મોટા ભાગનાં બાળકો જેમને કૉવિડ-૧૯ ગ્રહણ થયો હોય તેમને સાજા થયા પછી, માત્ર હળવાં લક્ષણો જણાયાં હતાં અથવા કોઈ લક્ષણો જણાયાં નહોતાં, પરંતુ થોડાક કેસોમાં, ચાર સપ્તાહો અથવા વધુ સપ્તાહ પછી, બાળકો મલ્ટિસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રૉમ ઇન ચિલ્ડ્રન (એમઆઈએસ-સી)થી ગ્રસિત હોવાનું જણાયું હતું. તેનું મોટા પાયે રિપૉર્ટિંગ થયું નહોતું અને હજું પણ તે અજાણ્યું છે ત્યારે હવે રાજ્યભરમાં એમઆઈએસ-સીના વધુ કેસો આવવા લાગ્યા છે.
એમઆઈએસ-સી વિશે આપણે શું જાણીએ છીએ:
મલ્ટિસિસ્ટમ ઇન્ફ્લમેટરી સિન્ડ્રૉમ ઇન ચિલ્ડ્રન (એમઆઈએસ-સી) એ એવી સ્થિતિ છે જેમાં હૃદય, ફેફસાં, કિડની, મગજ, ત્વચા, આંખો અને પાચનતંત્ર સાથે સંકળાયેલાં અંગો સહિત સોજી જાય છે. આપણે જે નથી જાણતા તે એ છે કે એમઆઈએસ-સી કયાં કારણોથી થાય છે. જોકે આપણે એ જાણીએ છીએ કે એમઆઈએસ-સી ગ્રસિત અનેક બાળકમાં વાઇરસ હતો જેનાથી કૉવિડ-૧૯ થાય છે અથવા તેઓ કૉવિડ-૧૯થી ગ્રસિત કોઈ વ્યક્તિની આસપાસ હતાં. એમઆઈએસ-સી ગંભીર હોઈ શકે છે, ઘાતક પણ હોઈ શકે છે, પરંતુ જે બાળકોમાં આ સ્થિતિનું નિદાન થયું તેમાંના મોટા ભાગના ચિકિત્સા કાળજીના લીધે સાજા થઈ ગયા છે.
એમઆઈએસ-સીવાળાં ૫૭૦ બાળકોના એક અભ્યાસ જેની જાણ જુલાઈ ૨૦૨૦માં સીડીસીને કરાઈ હતી તેમાં, તપાસકારોએ સિન્ડ્રૉમના વિવિધ પેટા પ્રકારોને ઓળખવા માટે લેટન્ટ ક્લાસ એનાલિસિસ તરીકે ઓળખાતી આંકડાશાસ્ત્રની મૉડેલિંગ ટૅક્નિકનો ઉપયોગ કર્યો હતો.
આ બીમારી નવી છે, તેથી લક્ષણોનું હજુ દસ્તાવેજીકરણ થઈ રહ્યું છે અને બાળકે-બાળકે તે ભિન્ન હોઈ શકે છે. બાળકમાં સતત તાવ રહે છે કે કેમ (જે ૨૪ કલાક કરતાં વધુ રહે અને અનેક દિવસ સુધી સામાન્ય રીતે રહે), તમારું બાળક થાકેલું અને બીમાર જણાય છે કે કેમ, અથવા ભૂખ નથી લાગતી કે કેમ અથવા પૂરતું પ્રવાહી પીતું નથી કે કેમ તેવી અનેક બાબતોનો અભ્યાસ કરવો પડશે. લક્ષણો ઝડપથી ખરાબ થઈ શકે છે, તેથી જો તમે કોઈ ચિંતાજનક બાબત તમારા બાળકમાં જુઓ તો સમયસર તબીબી સારવાર લેવડાવો.
એમઆઈએસ-સીનાં વિશેષ લક્ષણોમાં નીચેનાનો સમાવેશ કદાચ થઈ શકે છે:
કાવાસાકી જેવાં લક્ષણો: ચકામાં, લોહી ધસી આવ્યું હોય તેવી આંખો, સૂજેલા હાથ અને પગ, તિરાડવાળા હોઠ, સૂજેલી જીભ જે સ્ટ્રૉબેરી જેવી દેખાવમાં લાગે, અને ગળામાં મોટું થયેલું લસિકા ગાંઠ (લિમ્ફ નૉડ).
ઝેરી આઘાત-જેવાં લક્ષણો: તીવ્ર ફ્લુ જેવાં લક્ષણો જેમાં ભારે તાવ હોય, સૂર્યથી ચામડી દાઝી હોય તેવા ચકામાં, નીચું બ્લડ પ્રૅશર, અને હૃદયના ખૂબ જ વધુ ધબકારા હોય.
પાચનતંત્રને લગતાં લક્ષણો: ઝાડા, ઉલટી, પેટમાં દુઃખાવો, સૂજેલું પેટ.
શ્વસનતંત્રને લગતાં લક્ષણો જે કૉવિડ-૧૯ની સાથે જણાવવામાં આવ્યા છે જેમ કે સતત ઉધરસ, શ્વાસ ટૂંકા થવા. આ લક્ષણો હાજર હોઈ શકે અથવા ન પણ હોઈ શકે.
બાળકો માટે શું ભય છે?
તીવ્ર કૉવિડ-૧૯ના ચેપગ્રસ્ત પુખ્તો ઘાતક ન્યુમોનિયાથી પીડાય છે અને શરીરમાં ઑકિસ્જનનો અપૂરતો પૂરવઠો હોય છે. જ્યારે બાળકોમાં હળવાં લક્ષણોથી લઈને લક્ષણવિહીન કૉવિડ-૧૯ના કેસો હોય છે. જેમાં થોડાક મૃત્યુ પણ પામ્યા છે. કૉવિડ-૧૯ રોગચાળા પર અગાઉ કરાયેલ અભ્યાસમાં દર્શાવાયું હતું કે સાર્સ-સીઓવી-૨થી ચેપવાળાં બાળકોની ટકાવારી ૦-૧૦ વર્ષનાં બાળકો માટે ૦.૯ ટકા અને ૧૦-૧૯ વર્ષનાં બાળકો માટે ૧.૨ ટકા જેટલી નીચી છે. સાર્સ-સીઓવી-૨ના ચેપવાળાં બાળકોના વધુ વિશ્લેષણમાં જાણવા મળ્યું કે લક્ષણવિહીન કેસોવાળા બાળકોના કેસો ચાર ટકા હતા અને હળવી બીમારી સાથેનાં બાળકોના કેસ ૫૧ ટકા હતા અને જેમને મધ્યમ બીમારી હતી તેમની ટકાવારી કુલ રિપૉર્ટિંગ કરાયેલા કેસો પૈકી ૩૯ ટકા હતી. બાળકો અને પુખ્તો વચ્ચે કૉવિડ-૧૯ના ઉદ્ભવ અને વિકાસ (પેથોજિનેસિસ)માં તફાવતનો આણ્વિક આધાર હજુ પૂરો સમજવાનો બાકી છે.
બાળકોમાં સાર્સ-સીઓવી-૨ સેલ્યુલર (કોષીય) રિસેપ્ટરો (ગ્રાહકો) અને કૉ-રિસેપ્ટરો (સહગ્રાહકો)નાં અભિવ્યક્તિનાં સ્તરોની વાઇરસ ચેપ અને રોગની તીવ્રતા પર અસર થઈ શકે છે. એન્જિઓટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ (ઉત્સેચક)-૨ (એસીઈ-૨) વાઇરસના પ્રવેશ માટે પ્રાથમિક સારસ-સીઓવી-૨ ગ્રાહકને દર્શાવે છે અને તેને ટ્રાન્સમેમ્બ્રેન સિરીન પ્રૉટીઝ (ટીએમપીઆરએસએસ-૨)ના ઝૂમખાં સાથે સહ અભિવ્યક્ત કરી શકાય છે. આ પ્રૉટીનમાં પ્રકાર-બે ટ્રાન્સમેમ્બ્રેન ક્ષેત્ર, એક ગ્રાહક શ્રેણી એ ક્ષેત્ર, સ્કેવેન્જર (કચરામાં ભોજન શોધનાર) ગ્રાહક સિસ્ટેન સમૃદ્ધ ક્ષેત્ર અને એક પ્રૉટીઝ ક્ષેત્ર હોય છે. હવે એ સુવિખ્યાત છે કે સાર્સ-સીઓવી-૨ના વાઇરસના પ્રવેશની રીતે ટીએમપીઆરએસએસ-૨ની કાર્યભૂમિકા સાર્સ-સીઓવી-૧ અને સાર્સ-સીઓવી-૨ના S પ્રૉટીનને બે ભાગ S1 અને S2માં ભેદી નાખવાની છે. S1 વાઇરસ જોડાણ માટે જરૂરી છે અને S2 લક્ષ્યવાળા કોષોમાં વાઇરસના વિલય માટે જરૂરી છે. વાઇરસના ગ્રાહકબાધ્ય ક્ષેત્ર (રિસેપ્ટર બાઇન્ડિંગ ડૉમેઇન)ના જોડાણને એસીઈ-૨ને રોકે છે અને સાર્સ-સીઓવીનો લક્ષ્યવાળા કોષમાં પ્રવેશ શરૂ કરાવે છે. આ રીતે, ફેફસાના બહારના સ્તરના કોષો કોરોના વાઇરસના પ્રાથમિક લક્ષ્ય હોય છે જેનું કારણ ટીએમપીઆરએેસએસ-૨ પ્રૉટીન સાથે એસીઈ-૨ ગ્રાહક (રિસેપ્ટર)ની સહઅભિવ્યક્તિ છે.
એવું અવલોકન કરાયું છે કે સાર્સ-સીઓવી-૧ના ચેપથી થયેલ તીવ્ર રોગ રોગપ્રતિકારક પ્રતિભાવને દૂર કરવાના શિખર સાથે સંકળાયેલો છે, જે સૂચવે છે કે રોગપ્રતિકારક પ્રતિભાવો જે સંભવત: એડીઈ એન્ટીબૉડી ધરાવે છે તે સાર્સ-સીઓવી-૧ ચેપમાં રોગના પરિણામ સાથે પણ સંબંધિત હોઈ શકે છે. સાર્સ ‐ સીઓવી ‐ ૨ ના સ્પાઇક પ્રોટીનમાં વિવિધ એપિટોપ આવેલા છે જે એન્ટિબોડીના ઉત્પાદનને બંધ કરી શકે છે અને બિન-અસરકારક રીતે પ્રેરિત કરી શકે છે. એન્ટિબૉડી નિષ્ક્રિય થાય એટલે યજમાન કોષોમાં વાઇરસનો પ્રવેશ સહેલો બને છે, તેને એક રીતે રક્ષણ મળી જાય છે. બીજી બાજુ, નિષ્ક્રિય નહીં થયેલા એપિટૉપ સામે ઉત્પન્ન થયેલાં એન્ટિબૉડીથી પણ વાઇરસના પ્રવેશને વધારી શકે છે, જે ગંભીર રોગનાં પરિણામો તરફ દોરી જાય છે.
શરીર અંગે વધુ મળી રહેલા પુરાવા સૂચવે છે કે સાર્સ-સીઓવી-૨ ચેપ સામે યજમાનનો સહજ પ્રતિરક્ષા પ્રતિભાવ સોજાને ઉત્તેજિત કરે છે જે પેશીઓને ગંભીર નુકસાન પહોંચાડે છે. મેક્રૉફેજ એ મુખ્ય પેશી-નિવાસી રોગપ્રતિકારક કોષો છે જે ચેપ થાય તો સોજા સાયટોકીન્સનું ઉચ્ચ સ્તર ઉત્પન્ન કરે છે. વાઇરસ-વિશિષ્ટ એન્ટિબૉડી પેશીઓમાં મેક્રૉફેજ દ્વારા વાઇરસના પ્રવેશમાં વધારો કરે છે જે પ્રો-ઇન્ફ્લેમેટરી સાયટોકિન્સના ઉચ્ચ સ્તરના સંશ્લેષણ તરફ દોરી જાય છે, જેને "સાયટોકાઇન સ્ટૉર્મ" પણ કહેવામાં આવે છે. કેટલાક પસંદગીના કેસોમાં, કૉવિડ-૧૯ એ સાયટોકાઇન સ્ટૉર્મની લાક્ષણિકતા ધરાવે છે જે વાઇરસવાળા લિમ્ફોહાઇસ્ટિઓસિટોસિસ અને હિમોફેગોસિટોસિસમાં જોવા મળતા મેક્રૉફેજ સક્રિયતા જેવું છે. મેક્રોફેજ અને ડેંડ્રિટિક કોષો એ મહત્ત્વના રોગપ્રતિકારક કોષો છે જે એસીઈ-૨ ગ્રાહક વ્યક્ત કરે છે અને ફેફસાં અને અન્ય પેશીઓમાં સાર્સ ‐ સીઓવી ‐ ૨ ચેપ માટે ગ્રહણશીલ હોય છે. અગાઉનાં અધ્યયનોએ દર્શાવ્યું હતું કે કોરોના વાઇરસ એસીઇ 2 ગ્રાહકો સાથે અથવા વિના વિવિધ રોગપ્રતિકારક કોષોને ચેપ લગાડે છે અને ચેપગ્રસ્ત રોગપ્રતિકારક કોશિકાઓ ફેફસાના કોષોમાં વાઇરસ પ્રવેશમાં મધ્યસ્થી કરે છે. બરોળ અને લસિકા ગાંઠોમાં CD68 + CD169 + દર્શાવતા મેક્રોફેજમાં સાર્સ ‐ સીઓવી ‐૨ ન્યુક્લિયોપ્રૉટીન એન્ટિજેન હોય છે અને IL ‐ 6 ના સ્તરને ઉત્તેજિત કરે છે. એ પણ સૂચવવામાં આવે છે કે સાર્સ ‐ સીઓવી ‐ ૨ ચેપ દરમિયાન વાઇરસ ફેલાવો, સોજા અને કોષ મૃત્યુમાં સીડી ૧૬૯ + મેક્રોફેજની ભૂમિકા હોઈ શકે છે. કોરોના વાઇરસ ચેપ દરમ્યાન Th2 કોષની-મધ્યસ્થી પેથોલૉજી અને એડીઇના વ્યવસાય વચ્ચેના સંબંધને ધ્યાનમાં લેવા માટે વધુ અભ્યાસ જરૂરી છે.
એશિયન દેશોના અહેવાલો ઓછા મળ્યા છે જેમાં કૉવિડ-૧૯ના બાળ ચિકિત્સાના મુદ્દાને તાજેતરમાં સંબોધન કર્યું હોય. અહેવાલ મુજબ, ચીન તરફથી કરવામાં આવેલા એક અભ્યાસમાં કૉવિડ ‐ ૧૯ ના કુલ ૮૮૬૬ કેસ પૈકી ૧૦ વર્ષથી ઓછી વયના બાળકોના ફક્ત ૧૪ કેસ છે. આ ઉપરાંત, ૧૦ થી ૧૯ વર્ષની વયના દર્દીઓમાં કેસોની સંખ્યા માત્ર એક ટકા અથવા ઓછી હતી. એ નોંધવું રસપ્રદ છે કે એશિયાઈ વસતિમાં કાવાસાકી રોગની ઘટનાઓ નોંધપાત્ર પ્રમાણમાં વધારે છે પરંતુ બાળરોગના કિસ્સાઓમાં કોવિડ ‐ ૧૯થી ગૌણ પ્રણાલિગત સોજાની ઘટના ભાગ્યે જ જોવા મળી છે. આ શોધનાં ચોક્કસ કારણો હજી સ્થાપિત થવાનાં બાકી છે પરંતુ અમને શંકા છે કે કૉવિડ - ૧૯ના બાળ દર્દીઓની ઓછી સંખ્યા ફાળો આપનાર એક પરિબળ હોઈ શકે છે. બાળકોમાં લક્ષણવિહીન સાર્સ ‐ સીઓવી ‐ ૨ ચેપની ટકાવારી અને એમઆઈએસ ‐ સીની ઘટના વચ્ચે સ્પષ્ટ સંબંધ છે. સીરોપોઝિટિવ (બ્લડ સીરમના ટેસ્ટમાં પૉઝિટિવ પરિણામ આવેલી) વ્યક્તિઓમાં સાર્સ ‐ સીઓવી ‐ ૨ આરએનએની ગેરહાજરી એડીઈ દ્વારા એમઆઈએસ ‐ સી રોગના વિકાસમાં સાર્સ ‐ સીઓવી ‐ ૨ નોન-વિશિષ્ટ એન્ટિબૉડીની સંભવિત ભૂમિકા સૂચવે છે.