આ અંગે ત્યાંના ઓરલ અને મૈક્સિલોફેશિયલ સર્જરી વિભાગના પ્રોફેસર પી. સેંથિલનાથને બુધવારે જણાવ્યું હતું કે, બાળકના માતા-પિતાએ મોઢામાં આવેલો સોજો ત્યારે જોયો જ્યારે તે માત્ર 3 વર્ષનો હતો. જો કે, ત્યારે આ સોજો આટલો વધારે ન હોવાથી ખાસ ધ્યાન આપ્યું નહોતું.
![સાત વર્ષનો રવિન્દ્રનાથ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4002370_chennai.jpg)
હોસ્પિટલના ડોક્ટર્સનું કહેવું છે કે, તપાસ કરતા જાણવા મળ્યું કે, બાળકના ડાબા જમણામાં એક્સ-રે અને સીટી સ્કૈન કરતા અનેક નાના નાના અલ્પવિકસીત દાંત જોવા મળ્યા હતાં. ત્યારે તેની સર્જરી કરવાનું વિચારી કરી ઓપરેશન હાથ ધર્યું હતું.
પ્રોફેસરે વધુમાં જણાવ્યું હતું કે, અમે બાળકના મોઢામાંથી ઓપરેશન કરી નાના-મધ્યમ અને મોટી સાઈઝના કુલ 526 દાંત કાઢ્યા હતાં.
![મોઢામાંથી નિકળેલા દાંત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4002370_chennnai.jpg)
ડોક્ટર્સને આટલા દાંત કાઢવામાં સર્જરી કરતા પાંચ કલાકનો સમય લાગ્યો હતો. જો કે, સફળ સર્જરી બાદ આ બાળક હાલ સામન્ય છે.
ડોક્ટર્સની ટીમના જણાવ્યા અનુસાર આ દુનિયાનો પ્રથમ એવો કિસ્સો છે જેમાં 526 દાંત હોવાનું જાણવા મળ્યું છે અને તે પણ સફળ સર્જરી કરી બાળકનો નોર્મલ સ્થિતિમાં લાવવામાં આવ્યો છે.