નવી દિલ્હીઃ 74મા સ્વતંત્રતા દિવસ પર લાલા કિલ્લાથી PM મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યાં હતાં. જેમનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સર્વાંગી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન યોજનાની જાહેરતા કરી હતી.
આ અંગે વાત કરતા મોદીએ કહ્યું કે, દેશના સર્વાંગી માટે રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન યોજના શરૂ કરવામાં આવશે. જે હેઠળ 100 લાખ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવામાં આવશે. ભારતને આધુનિકતા તરફ ઝડપથી લઇ જવા માટે દેશના સર્વાંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને એક નવી દિશા આપવાની જરૂરીયાત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની જરૂરીયાત રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન યોજનાથી પૂરી થશે. જેના પર દેશ 100 લાખ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવાની દિશામાં આગાળ વધી રહ્યો છે. જુદા-જુદા ક્ષેત્રોની લગભગ સાત હજાર યોજનાઓના ચિહ્નિત પણ કરવામાં આવી છે. આ એક રીતથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવી ક્રાંતિ હશે.
PM મોદીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારતનો અર્થ માત્ર આયાત ઘટાડવાનો જ નહીં, પરંતુ પોતાની ક્ષમતા, પોતાની રચનાત્મકતા, પોતાનું કૌશલને વધારવાનો પણ છે. થોડા સમય પહેલા સુધી N-95 માસ્ક, પીપીઇ કીટ અને વેન્ટિલેટર વિદેશોથી મંગાવવા પડતા હતા, પરંતુ આજે આ તમામ વસ્તુઓ ભારત ના માત્ર પોતાની જરૂરીયાતો પૂર્ણ કરે છે, પરંતુ અન્ય દેશોની મદદ માટે પણ આગળ આવ્યું છે. ગત વર્ષ ભારતમાં પ્રત્યેક્ષ વિદેશ રોકાણ (FDI)એ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે. ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં 18 ટકાનો વધારો થયો છે. આજે વિશ્વની ઘણી મોટી કંપનીઓ ભારત તરફ વળી રહી છે. આપણે મેક ઇન ઇન્ડિયાની સાથે સાથે મેક ફોર વલ્ડના મંત્રને લઇને આગળ વધાવાનું છે.
વડાપ્રધાને કહ્યું કે, કોરોના વાયરસ મહામારીની વચ્ચે ભારતીયોએ આત્મનિર્ભર થવાનો સંકલ્પ લીધો છે અને આ માત્ર શબ્દ નહીં પરંતુ તમામ લોકો માટે મંત્ર છે. ભારત વિસ્તારવાદ માટે પડકાર બન્યો છે. આત્મનિર્ભરની પહેલી પ્રાથમિકતા આત્મનિર્ભર કૃષિ અને ખેડૂત છે. એક પછી એક રિફોર્મ ખેડૂતો માટે કરાયા છે. ખેડૂતોને તમામ બંધનોમાંથી મુક્ત કરવાનું કામ કર્યું છે. તમે કપડા કે સાબુ બનાવો તો તેને તમારી મરજીથી વેચી શકો છો, દેશનો ખેડૂત પોતાની મરજી નહોતો વેચી શકતો. તેના તમામ બંધનો અમે ખતમ કરી દીધા છે. હવે દેશનો ખેડૂત દુનિયાના કોઈ પણ ખૂણામાં તેની શરતો સાથે પાકને વેચી શકે છે. ગ્રામીણ વિસ્તારમાં વિશેષ રીતે આર્થિક ક્લસ્ટર બનાવાશે. જેમાં ખેડૂતો માટે ખેડૂત ઉત્પાદક સંઘ બનાવાશે.