ફોર્બ્સએ કહ્યુ કે, ઈ-કોમર્સમાં દિગ્ગજ કંપની એમેઝોનના સંસ્થાપક, 55 વર્ષીય જેફ બેજોસ પ્રથમ સ્થાને છે. ત્યારબાદ બિલ ગેટ્સ અને વારેન બફેટનું સ્થાન છે. બેજોસની સંપત્તિ છેલ્લા એક વર્ષમાં 19 અરબ ડૉલર વધી 131 અરબ ડૉલર થઈ છે. મુકેશ અંબાણીની સંપત્તિ 2018માં 40.1 અરબ ડૉલર હતી. જે વધીને 50 અરબ ડૉલર પહોંચી છે.
દુનિયાના સૌથી અમીર યાદીમાં મુકેશ અંબાણી 13માં સ્થાન પર આવ્યા છે. પરંતુ તેમના ભાઈ અનિલ અંબાણી 1349 સ્થાન પર છે. 2017માં ફોર્બ્સની યાદીમાં અરબોપતિની યાદીમાં મુકેશ અંબાણીનું 33મું સ્થાન હતુ. ભારતના 106 અરબોપતિમાં મુકેશ અંબાણી સૌથી આગળ છે. વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજી 22.6 અરબ ડૉલરની સંપતિ સાથે 36માં સ્થાને પર છે. HCLના સહ-સંસ્થાપક શિવ નાડર 82માં સ્થાને અને સ્ટીલ ઉત્પાદક કંપની આર્સેલરના ચેરમેન અને CEO લક્ષ્મી મિતલ 91માં સ્થાન પર છે.
મુકેશ અંબાણીને ગેમ ચેન્જરનું નામ આપવામાં આવ્યું હતુ. ફાંસની લક્ઝરી માલ કંપની LVMHના CEO બર્નાર્ડ અરનૉલ્ટ વૈશ્વિક યાદીમાં ચોથા સ્થાન પર છે. પરંતુ જ્યારે ઝુકરબર્ગ પાંચમાં સ્થાનેથી આઠમાં સ્થાને પહોંચ્યા છે. ફોબ્સૅની 33મી રેકિંગ યાદીમાં 2,153 અરબપતિના નામ છે. જ્યારે 2018માં 2,208 લોકોના નામ હતા. આ વર્ષ અરબપતિની કુલ સંપતિ 8,700 અરબ ડૉલર છે. જ્યારે 2018માં તેમની કુલ સંપતિ 9,100 અરબ હતી.
