દિલ્હી: દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદ સાથે શનિવારના રોજ ચાંદની ચોકમાં સ્થિત ઐતિહાસિક ફતેપુર મસ્જિદને પણ નમાઝીઓ માટે ખોલવામાં આવી છે. ફતેપુરી મસ્જિદના ઇમામ મૌલાના મુફ્તી મુક્રમ અહમદે કહ્યું કે 4 જુલાઇ સુધી નમાજીઓ માટે મસ્જિદમાં જે પાબંદી લગાવવામાં આવી હતી તેને શનિવારના દૂર કરવામાં આવી છે.
ફતેપુરી મસ્જિદના ઈમામ મૌલાનાએ કહ્યું હતું કે મસ્જિદ ખોલવાનો મતલબ એ નથી કે, બીમારી ખતમ થઈ ગઈ છે. તે વધી રહી છે તેના માટે સરકારે જે નિર્દેશો જાહેર કર્યો છે તેનો અમલ કરવો જરૂરી છે.
મસ્જિદના ઇમામ મુફ્તી અહમદે કહ્યું હતું કે મસ્જિદમાં નમાજ માટે આવતા વ્યક્તિઓને મારી અપીલ છે કે સોશિયલ ડિસ્ટન્સ સાથે નમાજ પઢવા અને એને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો જરૂરી છે અને વધારેને વધારે સાવચેતી રાખવી.