ભોપાલના ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે બુધવારે લોકસભામાં ચર્ચા દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસેને દેશભક્ત કહ્યાં હતા. પ્રજ્ઞા સિંહના આ નિવેદનથી હંગામો મચી ગયો હતો અને તેમના નિવેદન પર વિવાદ થયો છે. તેમના આ નિવેદન પર વિપક્ષે આપત્તિ નોંધાવી હતી.
જ્યારે પ્રજ્ઞા સિંહ ઠાકુરને આ નિવેદન સંબંધિત સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટતા આપતા જણાવ્યું કે, 'પહેલા મને સંપુર્ણ રીતે સાંભળવામાં આવે, જવાબ હું કાલે આપીશ.'
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પ્રજ્ઞા સિંહ ઠાકુરે લોકસભા ચૂંટણી પહેલા નાથૂરામ ગોડસેને દેશભક્ત કહ્યો હતો. જે બાદ PM મોદીએ કહ્યું હતું કે, હું ક્યારેય પણ આ નિવેદન માટે પ્રજ્ઞા ઠાકુરને દિલથી માફ નહીં કરી શકું.