છિંદવાડાઃ પ્રદેશમાં કોરોના વાઇરસનો પ્રોકોપ રોજ વધતો જઇ રહ્યો છે, ત્યારે કેટલાક લોકો સતત બેકાળજી દાખવી બહાર ફરી રહ્યાં કે ભેગા થઈ રહ્યાં છે.
તાજેતરમાં જ ચૌરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કેસ દાખલ થયો છે. જ્યાં એક મસ્જિદમાં પોલીસે 40 લોકોને એક સાથે નમાઝ પઢતા ઝડપી પાડ્યાં છે, ત્યારબાદ તમામ લોકો સામે કેસ દાખલ થયો છે.
મહત્વનું છે કે, કોરોનાને કારણે દેશવ્યાપી લોકડાઉન અને ધારા 144 લાગી હોવા છતાં લોકો એકઠા થઈ રહ્યાં છે. જેથી પોલીસ ગ્રામીણ વિસ્તારોમાં સતત પ્રેટ્રોલિંગ કરી રહી છે. આ જ સમયની ચૌરાઈથી 5 કિલોમીટરની દૂર આવેલી માસ્જિદમાં તપાસ કરતા 40 લોકો નામજ પઢતા જોવા મળ્યાં હતાં.
હાલ ગામના પૂર્વ સરપંચ અજાજ ખાન સહિત 40 લોકો સામે ધારા 144નું ઉલ્લંઘન કરવાના ગુનામાં ફરિયાદ દાખલ કરી છે.