દેહરાદુનઃ સ્પેનની ટેકરીનું નામ ઉત્તરાખંડના IAS અધિકારી આશીષ ચૌહાણના નામ પર રાખવામાં આવ્યું છે. જો કે, ઉત્તરકાશીથી પરત આવેલા એક સ્પેનિશ નાગરિક અને પર્વતારોહી જુઆન એન્ટોનિયોએ સ્પેનની એક ટેકરીનું નામ ડૉ. આશીષના નામે કરી દીધું છે.
સ્પેનિશ નાગરિક 2018માં જ્યારે ઉત્તરાખંડ આવ્યા હતા તેમણે ત્યારે ડીએમ આશીષ ચૌહાણ પાસે મદદ માંગી હતી. તત્કાલીન ડીએમ આશીષ ચૌહાણે માત્ર મદદ નહી પરંતુ, પહાડોની ભૌગલિક સ્થિતીની જાણકારી પણ આપી હતી. ચૌહાણે એન્ટોનિયાને પોતાના મોબાઈલ નંબર પણ આપ્યા હતા અને બીજી કોઈ પ્રકારની મદદ માટે પણ આશ્વાસન આપ્યું હતું.
આ ટેકરી પર સફળતા પૂર્વક ચઢ્યા બાદ, એન્ટોનિયોએ આ માહિતી તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે હતી. તે વર્જિન શિખરનું નામ મેજિસ્ટ્રેટ પોઇન્ટ રાખવામાં આવ્યું છે અને તે ટ્રેકનું નામ 'વાયા આશિષ' રાખવામાં આવ્યું છે. આ વિશે સ્પેનના પર્વતારોહણ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. આ ટેકરીના શિખરને પ્રથમ વખત ટ્રેક કરવામાં આવ્યું છે.
ઉત્તરાખંડ માટે ગૌરવની વાત છે કે, સ્પેનમાં એક ટેકરીનું નામ ઉત્તરાખંડના IAS અધિકારી આશિષ ચૌહાણના નામ પર રાખવામાં આવ્યું છે. બીજી તરફ, તે વહીવટી સેવાઓમાં કાર્યરત અધિકારીઓ માટે પણ પ્રેરણા છે. આપને જણાવી દઈએ કે, ઉત્તરકાશીના ડીએમ ડો.આશિષ ચૌહાણ સાથેની મુલાકાત દરમિયાન સ્પેનિશ પર્વતારોહક એન્ટોનિયો તેમની કુશળ વર્તન અને શૈલીથી એટલા પ્રભાવિત થયા હતા કે તેઓ સ્પેન ગયા હતા અને ડી.એમ. આશિષ ચૌહાણનો અનોખી રીતે આભાર માન્યો હતો.
IAS અધિકારી આશિષ ચૌહાણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ માહિતી જાહેર કરી છે. તેમણે કહ્યું કે, સ્પેનિશ પર્વતારોહક એન્ટોનિયો ઉત્તરકાશી બાદ ન્યુ ઉત્તરકાશી આવ્યા હતા. તેમણે પર્વાતારોહીઓને મદદ કરી હતી. તેમને આ પર્વતારોહક દ્વારા માહિતી આપવામાં આવી છે કે, હવે સ્પેનમાં એક પર્વત છે જેના શિખર પર અત્યાર સુધી કોઈ પહોંચી નહોતું શક્યું તેનુ નામ મેજિસ્ટ્રેટ પોઇન્ટ નામ આપવામાં આવ્યું છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે, તેઓ ભારતીય વહીવટી સેવાના મેજિસ્ટ્રેટ તરીકે આ સન્માન બદલ સ્પેનિશ પર્વતારોહણ ટીમના આજીવન આભારી રહેશે.