ન્યૂઝ ડેસ્કઃ ગલવાન ખીણમાં ભારત અને ચીની સૈન્ય વચ્ચે થયેલી હિંસક લડાઇના પરિણામે 20 ભારતીય સેનાના સૈનિકો અને ચીન બાજુના મોટા પ્રમાણમાં સૈનિકોના મોત નીપજ્યા હતા. જે યુધ્ધ પર્વત કે ઉંચાઇ પર થયેલા લડાઇ તરીકે પ્રસિધ્ધ છે.
પર્વત પરની લડાઇ- ભારતીય શસ્ત્ર સેના
· ભારત પર્વત પર થયેલા યુધ્ધ અંગે ભવ્ય ઇતિહાસ ધરાવે છે.
· આઝાદી પહેલા રેડ ઇગલ વિભાગ ( જે હવે પાયદય વિભાગ છે)ની સ્થાપના એરિટ્રિયાના પર્વતોમાં માટે કરવામાં આવી હતી. જ્યારે કેરેન ખાતે તેમણે ખુબ ઉત્તમ ગણાતા ઇટાલિયન દળોને પરાજિત કર્યુ હતુ.
· તેને બીજી મોટી સફળતા પણ મળી હતી જ્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે જર્મનીના સૈન્ય દળો સામે ઇટાલીના અભિયાનમાં ભાગ લેતી હતી
પર્વતોની લડાઇમાં કેટલાક મુખ્ય ભારતીય વિજય
· 1967માં નાથુ લા-ચો લામાં ચીન સાથે ના ઘર્ષણમાં આપણે ચીનને તરફ ભારે નુકશાન પહોંચાડ્યુ હતુ.
· 1987માં સુમડોરીંગ ચુમાં બનેલી ઘટના
· સીયાચીન ગ્લેસીયરઃ ભારતીય સેનાએ છ થી સાત હજાર સૈનિકો સાથે પાંચ હજાર મીટરની ઉંચાઇએ સિયાચીનમાં ખુબ જ મોટા પ્રમાણમાં આઉટ પોસ્ટ તૈયાર કરી..જેમાં સૌથી ઉંચી આઉટ પોસ્ટ 6749 મીટરની ઉંચાઇએ છે.
· સિયાચીન ગ્લેસીયરમાં કામગીરીઃઓપરેશન મેઘદુત દ્વારા ભારતે સિયાચીન ગ્લેશિયર પશ્ચિમમાં ઉંચાઇ પર સાલ્ટોરો પર કબ્જો કર્યો હતો.
· ઓપરેશન રાજીવઃ 1987માં પાકિસ્તાની સૈનિકોએ બિલાફોંડ-લાની સામે એક પર્વતની ટોચ પર કબ્જો કર્યો અને પાકિસ્તાનીઓએ તેને ક્વાડ પોસ્ટ નામ આપ્યુ જે 21000 પોસ્ટ પર સૌથી ઉપર હતી.
· તમામ અવરોધો સામે ભારતીય સૈનિકોએ બરફના ઉંચા પહાડો પર છુપાઇને પહોંચીને કબ્જો મેળવ્યા બાદ ગ્રેનેડ અને બેયોનેટની સાથે હાથથી લડત કરીને પોસ્ટ કબ્જે કરી હતી. જે લડતમાં સામેલ બાનાસિંહે બતાવેલી બહાદુરી બાદ આ પોસ્ટનું નામ બાના પોસ્ટ રખાયુ હતુ અને તેમને આ શુરવીરતા બદલ પરમવીર ચક્ર એનાયત કરાયો હતો.
· કારગિલ યુધ્ધ 1999: ભારતીય સૈનિકો અને અધિકારીઓએ દ્રાસ સેક્ટરમાં સૌથી ઉંચી કારગિલ પર્વત શિખરો પર કબ્જો કરી બેઠેલા પાકિસ્તાનીઓને હાંકી કાઢવામાં ખુબ દઢતા પૂર્વકની બહાદુરીનું પ્રદર્શન કર્યુ હતુ.
ભારતીય સૈન્ય પર્વત વિભાગ
· 1962 ના યુદ્ધમાં ભારતીય સેનાને ચીની સાથેની લડાઇમા પરાજય મળ્યા બાદ ભારતીય સૈન્યનું વિસ્તરણ કરાયુ
· ગુલમર્ગ ખાતે આવેલી સ્કી સ્કૂલને ઉચ્ચ ઉંચાઇ પર આવેલી લડતની ટ્રેનિંગની સ્કુલમાં રૂપાંતરિત કરવામાં આવી અને પર્વતીય વિભાગો ઉભા કરવામા આવ્યા હતા. જ્યાં ઉંચાઇવાળા વિસ્તારોમાં તાલીમ અને કામગીરીનો અભ્યાસ કરાયો. આ રચનાત્મક આયોજન સફળ થયુ અને એલએસી સાથેની સ્થિતિ મજબુત બની.
· ભારતીય સેના દુનિયાની સૌથી મોટી પર્વતીય સેના છે જે બે લાખ જેટલા સૈનિકો અને 12 વિભાગો ધરાવે છે.
· ચાઇનીઝ નિષ્ણાંત ભારતીય સૈન્યની પ્રશંસા કરે છે: વર્તમાનમાં, વિશ્વનો સૌથી મોટો અને અનુભવી દેશ પર્વત સૈન્ય સાથેનો દેશ યુએસ, રશિયા અથવા કોઈ યુરોપિયન નથી, પરંતુ ભારત છે - હુઆંગ ગુઓઝી, મોર્ડન વેપનરી મેગેઝિનના વરિષ્ઠ સંપાદક અને એક ચાઇનીઝ નિષ્ણાંત
પર્વત પરની સ્ટ્રાઇક ફોર્સ
· બિન રક્ષણાત્મક ભૂમિકામાં પર્વત પર સ્ટ્રાઇક દળ તૈયાર કરવામાં આવ્યુ હતુ. જેનો ઉદેશ 3488 કિલોમીટર લાંબી ચીન ભારત સરહદ પર ચીનની આક્રમતાને અટાવવાનો હતો.
· મે 2013માં ડેપસંગ સેક્ટરમાં ચાઇનીઝ ઘુષણખોરીને પગલે સરકારે જુલાઇમાં સ્ટ્રાઇક ફોર્સને મંજુરી આપી
· જાન્યુઆરી 2014માં પ્રથમ દળ વધારવાનું શરૂ કરાયુ અને સ્ટ્રાઇકીંગ ફોર્સનો પ્રથમ વિભાગ પૂર્વ ક્ષેત્રમાં તૈયાર થયો.
· પશ્ચિમ બંગાળના પાનાગ્રહમાં દેશનું સૌ પ્રથમ માઉન્ટેઇન સ્ટ્રાઇક ફોર્સનું હેડકવાટર બન્યુ,
· 2017-18માં પઠાણકોટ ખાતે બીજા વિભાગનો વધારો ક્યારેય પૂર્ણ થયો ન હતો.
· આ જગ્યાએ સરકાર પાસે ફંડની અછત હોવાને કારણે કામગીરી અટકાવી અને સાથે સાથે સરહદ પર મોટાપાયે સ્ટ્રાઇકીંગ ફોર્સને મોટા પાયે તૈનાત કરવાની કામગીરી ન થઇ
પર્વત યુદ્ધ માટે ભારતમાં મુખ્ય તાલીમ કેન્દ્રો
ઉંચાઇ પર આવેલી પર્વત યુધ્ઠધ તાલિમ શાળા (HAWS)
· જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ નજીક ભારતીય સૈન્યની એક ઉચ્ચ અલ્ટિટ્યૂડ માઉન્ટન વોરફેર સ્કૂલ (HAWS) છે જે તેની વિશેષ તાલીમ માટે વિશ્વભરમાં ખૂબ જાણીતી છે.
· શરૂઆતમાં સ્કૂલની સ્થાપના ગુલમર્ગ ખાતે, ફોર્મેશન સીક્લી સ્કૂલ તરીકે કરવામાં આવી હતી. તાલીમ આપવામાં મુખ્યત્વે સ્કીઇંગ તકનીકીઓ, પર્વતનો અભ્યાસ અને સ્કી પર પેટ્રોલિંગનો સમાવેશ થાય છે..
· 8 એપ્રિલ ના રોજ, શાળાને એક કેટેગરી એ તાલીમ સ્થાપના તરીકે નિયુક્ત કરવામાં આવી હતી અને તેનું નામ બદલીને હાઇ અલ્ટિટ્યૂડ માઉન્ટન વોરફેર સ્કૂલ (HAWS) રાખ્યું હતું.
· HAWS માં નિયમિત રૂપે યુ.એસ.,યુ.કે. અને રશિયાની સ્પેશિયલ ઓપરેશન ટીમો દ્વારા મુલાકાત લેવામાં આવે છે.
· HAWS દ્વારા વિશ્વના કેટલાક શ્રેષ્ઠ સૈનિકો તૈયાર કરવામાં આવ્યા છે.જેમને ઉચાંઇ પરની લડત માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
· HAWS -પ્રશિક્ષિત સૈનિકો ભારે સહનશક્તિથી પરમ આત્મવિશ્વાસ રાખે છે. સૈનિકોને પર્યાવરણ સાથે સંકલન કરવાનું પણ શીખવવામાં આવે છે જેથી તેઓ હિમાલયની સરહદની રક્ષા અસરકારક રીતે કરી શકે.
કારગિલ બેટલ સ્કૂલ: ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના કારગિલ જિલ્લાના દ્રાસ સેક્ટરમાં કારગિલ બેટ સ્કૂલની સ્થાપના પણ કરી છે, જે સૈનિકોને પર્વત યુદ્ધમાં તાલીમ આપે છે.