નવી દિલ્હી: ઉત્તરપશ્ચિમ દિલ્હીના વજીરપુર ઔદ્યોગિક ક્ષેત્રમાં એક દંપતીએ તેમના નવજાત શિશુને દયાવીરમ પોલીસ કોન્સ્ટેબલનું નામ રાખ્યું છે. જેણે તેમને લૉકડાઉન વચ્ચે હોસ્પિટલમાં પહોંચવામાં મદદ કરી હતી.
અશોક વિહાર પોલીસ સ્ટેશનમાં તૈનાત કોન્સ્ટેબલ દયાવીરના જણાવ્યાનુસાર, વિક્રમ નામનો શખ્સ તેની પત્ની અનુપાને પ્રસૂતિ પીડા થતી હોવાથી માટે એમ્બ્યુલન્સ શોધતો હતો. પરંતુ લૉકડાઉનને કારણે તેને કોઈ મદદ મળતી નહોતી. તે દરમિયાન તેણે અશોક વિહાર પોલીસ સ્ટેશનના SHOને બોલાવીને મદદ માટે કહ્યું હતું. SHOએ મને આ દંપતીને મદદ કરવા મોકલ્યો હતો."
દયાવીર વજીરપુર ઔદ્યોગિક વિસ્તારમાં તેમના ઘરે ગયા બાદ દંપતીને પોતાની કારમાં લઇને હિન્દુ રાવની હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
-
Proud of our Constable "Dayaveer" who helped the expecting mother reach the hospital in time. Anupa and Vikram expressed their emotions by naming their baby "Dayaveer" @CPDelhi @DelhiPolice #DilKiPolice https://t.co/ptdmJzGjc1
— DCP North West Delhi (@DCPNWestDelhi) April 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Proud of our Constable "Dayaveer" who helped the expecting mother reach the hospital in time. Anupa and Vikram expressed their emotions by naming their baby "Dayaveer" @CPDelhi @DelhiPolice #DilKiPolice https://t.co/ptdmJzGjc1
— DCP North West Delhi (@DCPNWestDelhi) April 24, 2020Proud of our Constable "Dayaveer" who helped the expecting mother reach the hospital in time. Anupa and Vikram expressed their emotions by naming their baby "Dayaveer" @CPDelhi @DelhiPolice #DilKiPolice https://t.co/ptdmJzGjc1
— DCP North West Delhi (@DCPNWestDelhi) April 24, 2020
"ગુરુવારે સવારે સાત કલાકની આસપાસ આ ઘટના બની હતી. મેં તેમને હિંદુ રાવની હોસ્પિટલમાં મૂકી દીધા હતા. પાછળથી સાંજના સાડા સાત કલાકે મને ખબર પડી કે, મહિલાએ એક બાળક છોકરાને જન્મ આપ્યો છે અને તેનુ નામ દયાવીર રાખ્યું છે."
પોલીસ કમિશ્નર (ઉત્તર પશ્ચિમ) વિજંતા આર્યાએ જણાવ્યું હતું કે, "આ કોન્સ્ટેબલ દ્વારા અનુકરણીય કાર્ય કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ લોકોને જરૂર પડે ત્યારે તેમની સેવા કરવા માટે જનતાની સાથે છે."
દયાવીર 10 વર્ષથી દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કાર્યરત છે. આશરે દોઢ વર્ષ પહેલા તેની અશોક વિહાર પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થઈ હતી.