નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે એક માતાને પોતાની ત્રણ દિકરીઓને વીડિયો કોન્ફરન્સથી મળવાની રજા આપી છે. તેની ત્રણેય દિકરીઓ પોતાના પિતા પાસે રહે છે. આ ત્રણેયની ઉંમર 10 વર્ષ, 7 વર્ષ અને 3 વર્ષ છે. જસ્ટિસ નાઝિમ વજીરીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થયેલી સુનાવણી બાદ આ આદેશ આપ્યો હતો.
માતાનું તેના બાળકોને મળવું જરૂરી
કોર્ટે કહ્યું કે, ત્રણેય બાળકીઓની ઉંમર ખૂબ જ નાની છે અને કોઇ શંકા વગર તેના જીવનમાં માતાની જરુર હોય છે. કોર્ટે કહ્યું કે, બાળકોના મનૌવૈજ્ઞાનિક સ્વાસ્થય માટે તેની મા તેના બાળકો સાથે મળવું જરુરી છે. જો તે સામ-સામે મળી શકતી નથી તો તે આ સમયે વીડિયો કોન્ફરન્સ દ્વારા મળીને બાળકો સાથે વાત કરી શકે છે.
બાળકોના રુમમાં એક કોમ્પ્યુટરની વ્યવસ્થા કરવાનો નિર્દેશ
કોર્ટે બાળકોના પિતાને નિર્દેશ આપ્યો છે કે, તે બાળકીઓના રુમમાં એક કોમ્પ્યુટરની વ્યવસ્થા કરે જેના દ્વારા તે પોતાની માતા સાથે સ્કાઇપ અથવા બીજી રીતે વાત કરી શકે. કોર્ટે કહ્યું કે, જ્યારે બાળકીઓ પોતાની માતા સાથે વાત કરે તે સમયે તે બાળકીઓના રુમમાં ન રહે. બાળકીઓ પોતાની માતા સાથે વાત કરતા કરતા જો ઇચ્છે તો રુમ બંધ પણ કરી શકે છે. સુનાવણી દરમિયાન પિતાના વકીલે કોર્ટને આશ્વસ્થ કરતા કહ્યું કે, બાળકોની માતા સાથે વાત કરવાના પ્રયાસો કરવામાં આવશે. જો કોઇ મુશ્કેલી હશે તો બંને પક્ષોના વકીલ તેનું નિરાકરણ કરશે.