રાજસ્થાન: અલવર શહેરના શિવાજી પાર્ક વિસ્તારમાં શનિવારે એક મહિલાએ ઝેરીલો પદાર્થ ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. રાહદારીઓ દ્વારા પરિજનોને જાણ કરવામાં આવતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
શિવાજી પાર્ક પોલીસ દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. 45 વર્ષીય આ મહિલા શક્તિનગર વિજય મંદિર વિસ્તારની રહેવાસી હતી. તેના પરિજનોનું કહેવું છે કે તેને એક પુત્ર હતો જેનું થોડા સમય પહેલા અવસાન થયુ હતુ.
પુત્રના અવસાનને પગલે આ મહિલા સતત આઘાત હેઠળ હતી જેના પગલે તેણે આ પગલું ભરી લીધું હોય તેવી શક્યતાઓ છે. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મૃત્યુના કારણો અંગે પોલીસ તપાસ કરી રહી છે.