મધ્યપ્રદેશ: બહુચર્ચિત હની ટ્રેપ કેસ મામલે ઈન્દોર પોલીસે ગુજરાતમાંથી જીતુ સોનીની ધરપકડ કરી છે. જીતુ સોનીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જીતુ સોની વિરુદ્ધ રેપ, માનવ તસ્કરી સહિત 56 કેસ નોંધાયા છે. મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર દ્વારા સોની વિરુદ્ધ 56કેસ નોંધવામાં આવ્યા છે.
આ પહેલાં પોલીસે જીતુ સોનીના ભાઈ મહેન્દ્ર સોનીની અમરેલીમાંથી ધરપકડ કરી હતી. મહેન્દ્ર સોની પર મધ્યપ્રદેશ સરકારે 10 હજાર રૂપિયાનું ઈનામ રાખ્યું હતુ. મહેન્દ્ર સોનીને જીતુ સોની સાથે કેટલાક કેસમાં સહ આરોપી બનાવવામાં આવ્યો હતો.