હૈદરાબાદઃ જીએચએમસી ખાતેના ચીફ એન્ટોમોલોજિસ્ટ ડો. રામબાબુએ ઇનાડુ સમક્ષ તેમના અભિપ્રાયો રજૂ કર્યા હતા.
નિષ્ણાતો જણાવે છે કે, લીમડાનું તેલ અને કોપરેલ સમાન માત્રામાં લઇને તે મિશ્રણને ત્વચા પર લગાવવાથી આશરે આઠ કલાક સુધી મચ્છરથી બચી શકાય છે. લીમડાનું તેલ એન્ટિબેક્ટેરિયલ, એન્ટિવાઇરલ અને એન્ટિપ્રોટોઝોલ તત્ત્વો ધરાવે છે. બંને તેલના આ મિશ્રણનો સ્થિર પાણીમાં પણ છંટકાવ કરી શકાય છે. પાણી પરનું ચીકાશયુક્ત સ્તર મચ્છરના લારવાને મારી નાંખે છે. વાસ્તવમાં આ હેતુ માટે કોઇપણ તેલનો ઉપયોગ કરી શકાય.
લારવા સ્થિર પાણીની અંદર પાંગરે છે. તુલસી, ફૂદીનો, સિટ્રોનેલ્લા અને લેમન ગ્રાસ જેવા છોડ મચ્છરોની વસ્તીને નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે.
એપાર્ટમેન્ટમાં વસવાટનું પ્રમાણ વધવા સાથે શહેરી વિસ્તારોમાં મચ્છર જાળીની એટલી માગ પ્રવર્તતી નથી. જોકે, ગ્રામીણ વિસ્તારોમાં તે હજી પણ પ્રચલિત છએ. આ નેટ મચ્છરના ડંખથી બચવા માટે ઘણી ઉપયોગી નીવડે છએ.
સૂર્યાસ્ત પછી બારી-બારણાં બંધ રાખવાં જોઇએ. હવા-ઉજાસ માટે બારી અને બારણાંને ગ્રિલ નંખાવી શકાય.
ચોમાસુ શરૂ થાય, તે પહેલાં જળ સંગ્રહ માટેના ખાડા નીચાણવાળા વિસ્તારોમાં ખોદવા જોઇએ. વરસાદી પાણીને આ ખાડાઓ મારફત ભૂગર્ભમાં ઊતારી શકાય, જેથી પાણી ભરાવાની સમસ્યા ન ઉદ્ભવે.
પાણીની ટાંકીઓ, કેનાલ અને તળાવોમાં નિયમિતપણે ક્લોરિન નાખવું જોઇએ. ચોમાસાના પ્રારંભ સાથે, જળાશયોમાં ગમ્બુસિયા માછલી મૂકી દેવી જોઇએ.
મચ્છરો સ્થિર પાણીમાં તેમનાં ઇંડાં મૂકે છે. પોટહોલ, હેન્ડ પમ્પ, સૂએજ પિટ્સ, તળાવો, ગટરો, બગીચાનાં પાત્રો વગેરે મચ્છરો માટે પાંગરવાનાં સાનુકૂળ સ્થળો છે. પાણીની ટાંકી તથા પાઇપને હંમેશા ઢાંકેલાં રાખવાં જોઇએ. સ્થિર જળાશયોની આસપાસની જગ્યામાં કોઇપણ પ્રકારનો કચરો હોય, તો તેનો નિકાલ કરી દેવો જોઇએ. સ્થિર પાણીમાં રહેલા મચ્છરના લારવાને મારવા માટે પાણી પર લીમડાના તેલ, કોપરેલ અથવા તો કેરોસિનનો છંટકાવ કરી શકાય.