મુરાદાબાદ: ડિસ્ટ્રિક્ટ રનર ઝૈનુલ આબીદિન ઉર્ફે મુરાદાબાદ એક્સપ્રેસએ કોરોના વોરિયર્સનો અલગ રીતે આભાર માન્યો હતો. 100 કિલોમીટર દોડી કોરોના વોરિયર્સને પોતાના અંદાજમાં પ્રોત્સાહિત કર્યા હતા. જીપીએસની મદદથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી ઘરની બહાર 30 મીટરના અંતરે દોડ્યો હતો.
આખી દુનિયામાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે, ત્યારે કોરોના વોરિયર્સને વિવિધ રિતે સ્માનિત કરી તેમને પ્રોત્સાહિત કરી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, ત્યારે મુરાદાબાદની જૈનુલ આબીદિન ઉર્ફે મુરાદાબાદ એક્સપ્રેસે પણ કોરોના વોરિયર્સનો તેમની રીતે આભાર માનવાનો પ્રયત્ન કર્યો છે.
દોડવીર ઝૈનુલ આબીદિને સતત 100 કિલોમીટર દોડીને કોરોના વોરિયર્સનો આભાર માન્યો છે. જો કે હોટસ્પોટ વિસ્તારમાં રહેતો ઝૈનુલ લોકડાઉનને કારણે શહેરની બહાર ગયો ન હતો, પરંતુ તેણે પોતાના વિસ્તારના રસ્તાઓ પર 30 મીટરની ત્રિજ્યામાં રેસ પૂરી કરી હતી.