ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, શનિવારે કેરળમાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે. આ સાથે જ નાગાલેન્ડ, છત્તીસગઢ, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને કેરળમાં આગામી 72 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દેશના અમુક રાજ્યોમાં ચોમાસું મોડું આવવાથી વરસાદમાં કોઇ ફેરફાર નહીં થાય. જોકે, જૂન મહિનામાં ઓછો વરસાદ થઇ શકે છે.