ETV Bharat / bharat

ચોમાસાની બીમારી: ચિકનગુનિયા - ચિકનગુનિયાના ચિહ્નો અને લક્ષણો

વર્ષ 2005-2018 દરમ્યાન ચિકનગુનિયા વાયરસની ભૌગોલિક વહેંચણી અને વિકાસનો અભ્યાસ પૂણેની આઈસીએમઆર-નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીની ટીમે હાથ ધર્યો હતો. આ ટીમે સતત વૈશ્વિક સંક્રમણ સાથે ભારતને વાયરસના સ્થાનિક સંગ્રહ તરીકે નોંધ્યું છે. ઈન્ફેક્શન, જેનેટિક્સ એન્ડ ઈવોલ્યુશન નામની જર્નલમાં તાજેતરમાં પ્રકાશિત થયેલા સંશોધન પત્રમાં જણાવાયું છે કે વાયરસનો પ્રસાર શ્રીલંકા, બાંગ્લાદેશ અને ચીન જેવા ભારતના પાડોશી તેમજ દૂરના દેશો સુધી જોવા મળ્યો હતો.

ો
ચોમાસાની બીમારી: ચિકનગુનિયા
author img

By

Published : Jun 29, 2020, 9:09 PM IST

ચિકનગુનિયા - એડિસ એલ્બોપિક્ટસ નામના મચ્છરને કારણે ફેલાતી આ બીમારી બિનજીવલેણ વાયરલ બીમારી છે. આ મચ્છરો સ્થિર - બંધિયાર પાણીમાં સંવર્ધન કરે છે અને તમને માત્ર રાત્રે જ નહીં, દિવસે પણ કરડી શકે છે. ચિકનગુનિયા એટલે વાળવું અને આ બીમારીનું આવું નામ એના વિશિષ્ટ આર્થરિટિક લક્ષણો (સાંધા અને હાડકાંમાં દુઃખાવો, જકડાઈ જવાં)ને કારણે પડ્યું છે.

વર્ષ 2015થી દેશમાં ચિકનગુનિયાના તાવની મહામારીનું પાર્શ્વચિત્ર

અનુક્રમ રાજ્ય /કેન્દ્ર શાસિત પ્રદેશ 201520162017 20182019
ચિકનગુનિયાના શંકાસ્પદ કેસોની સંખ્યાપુષ્ટિ પામેલા કેસોની સંખ્યાચિકનગુનિયાના શંકાસ્પદ કેસોની સંખ્યાપુષ્ટિ પામેલા કેસોની સંખ્યાચિકનગુનિયાના શંકાસ્પદ કેસોની સંખ્યાપુષ્ટિ પામેલા કેસોની સંખ્યાચિકનગુનિયાના શંકાસ્પદ કેસોની સંખ્યાપુષ્ટિ પામેલા કેસોની સંખ્યાપુષ્ટિ પામેલા કેસોની સંખ્યાપુષ્ટિ પામેલા કેસોની સંખ્યા
1આંધ્ર પ્રદેશ8178396014711621086227970067
2અરુણાચલ પ્રદેશ35623981330507133255
3આસામ00404041413300
4બિહાર3156656612511251156156532532
5ગોવા56132337495094845577796319
6ગુજરાત406423285847795313631060112906491496
7હરિયાણા1153941970220662300
8જમ્મુ-કાશ્મીર0011001100
9ઝારખંડ21047142691734058511679166
10કર્ણાટક207632099156661528328313511204112546353662970
11કેરળ175152129129787477775252
12મધ્ય પ્રદેશ671122808622477858321116092248620
13મેઘાલય7815360682364544291
14મિઝોરમ000000931000
15મહારાષ્ટ્ર39120775702949811014389884100943821378
16મણીપુર00000020403
17ઓડિશા81465115000000
18પંજાબ18018440720543251201736252432
19રાજસ્થાન772506221516121612254254169169
20સિક્કિમ0030513083842864162
21તામિલનાડુ3293298686131131\284284345345
22તેલંગાણા206714961171127758195448948161078
23ત્રિપુરા1807311705746468375953106
24ઉત્તર પ્રદેશ0024582458103103585855
25ઉત્તરાખંડ0035100029711
26પશ્ચિમ બંગાળ101361107111721035775223--
27આંદામાન-નિકોબાર68318093172052770253
28ચંડીગઢ1128572721810543574820
29દાદરા-નગર હવેલી0000000000
30દિલ્હી6464122799793940940407407442442
31લક્ષદ્વીપ000000----
32પુડુચેરી2458463204752328763614191555
કુલ27553334264057263646776912548578139756652179477

ચિકનગુનિયાને કારણે ભારત ઉપર પડતા આર્થિક બોજનું અનુમાન

વર્ષ 2016માં કુલ ખર્ચ લગભગ 5.17 અબજ અમેરિકન ડોલર હતો, 14.3 ટકા જીવલેણ કેસો તેમજ 85.7 ટકા બિન-જીવલેણ કેસો નોંધાયા હતા.

મૃત્યુ નીપજ્યાં હોય તેવા કેસોના કુલ ખર્ચમાં હોસ્પિટલાઈઝ્ડ - 62.9 ટકા, ઔષધાલય - 17 ટકા અને બિન તબીબી કેસોનો ખર્ચ 5.8 ટકા ખર્ચ હતો.

મોડેલિંગ અને મોન્તે કાર્લો સિમ્યુલેશન્સનો ઉપયોગ કરીને ટીના મુર્તોલા અને સહલેખકોએ અંદાજ્યું હતું કે ભારતમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુનો તાત્કાલિક ખર્ચ 1.48 અબજ અમેરિકન ડોલર (0.64 અબજથી 3.60 અબજની મર્યાદામાં) થાય છે‎.

ચિહ્નો અને લક્ષણો

વાયરસના ચેપથી કેટલાક દિવસ તાવ આવે છે અને કેટલાંક અઠવાડિયાં કે મહિનાઓ સુધી સાંધા દુઃખે છે.

ચિકનગુનિયા વાયરસનાં લક્ષણો ડેન્ગ્યુના તાવ જેવાં જ હોય છે.

સામાન્ય રીતે કોઈ વ્યક્તિને મચ્છર કરડે તે પછી કેટલાક દિવસ બાદતેનાં લક્ષણો વર્તાય છે. સૌથી સામાન્યપણે જોવા મળતાં લક્ષણો આ મુજબ છે ઃ

તાવ (કેટલીકવાર 104 ફેરનહીટ જેટલો ઊંચો)

સાંધાનો દુઃખાવો

માથું દુઃખવું

સ્નાયુ દુઃખવા

ચકામાં - ચાઠાં

સાંધાઓની ફરતે સોજો

કેટલાક કેસોમાં મેક્યુલોપાપ્યુલર રેશ (ઓરી કે ગરમીને કારણે નીકળેલી ફોલ્લીઓ), આંખો આવવી (કન્જક્ટિવાઇટિસ), ઉબકા અને ઉલ્ટી જેવાં લક્ષણો પણ જોવાં મળી શકે છે.

પ્રસાર

એશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકાના 60 દેશોમાં ચિકનગુનિયાના કેસો જોવા મળ્યા છે. આ વાયરસ ચેપગ્રસ્ત માદા મચ્છરના કરડવાથી માણસથી માણસને ફેલાય છે. મોટા ભાગે એડિસ એઇજિપ્તિ અને એડિસ એલ્બોપિક્ટસ - આ બે જાતિના મચ્છરો દ્વારા આ વાયરસ ફેલાય છે. આ જાતિના મચ્છરો મચ્છર દ્વારા ફેલાતા ડેન્ગ્યુ સહિતના અન્ય વાયરસો પણ ફેલાવી શકે છે. આ મચ્છરો સૌથી વધુ વહેલી પરોઢે અથવા મોડી બપોરે વધુ સક્રિય હોવા છતાં દિવસના અજવાળામાં પણ કરડતા જોવા મળ્યાં છે. બંને જાતિના મચ્છરો ઘરની બહાર કરડતા જોવા મળ્યા છે, પરંતુ એડિસ એઇજિપ્તિ ઘરની અંદર પણ પ્રવેશે છે.

ચેપગ્રસ્ત મચ્છરના કરડ્યા બાદ બીમારીનાં લક્ષણ સામાન્ય રીતે ચારથી આઠ દિવસમાં જોવા મળે છે, પરંતુ તે બેથી 12 દિવસમાં પણ જોવા મળી શકે છે.

નિદાન

નિદાન માટે કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. એન્ઝાઇમ-લિન્ક્ડ ઈમ્યુનોસોર્બેન્ટ એસાઇઝ (ELISA) જેવો સેરોલોજિકલ ટેસ્ટ ચિકનગુનિયા વિરોધી એન્ટીબોડીઝ IgM અને IgG ની ઉપસ્થિતિની ખાતરી કરી શકે છે. બીમારી લાગુ થયાના બાદ ત્રણથી પાંચ સપ્તાહ સુધી IgM નામના એન્ટીબોડીનું લેવલ સૌથી વધુ હોય છે અને તે લગભગ બે મહિના જળવાયેલું રહે છે. બીમારીનાં લક્ષણો મળ્યાંના પહેલા સપ્તાહ દરમ્યાન એકત્ર કરાયેલાં નમૂનાઓનાં સેરોલોજિકલ અને વાયરોલોજિકલ (RT-PCR) - બંને પદ્ધતિઓ દ્વારા પરીક્ષણ કરવાં જોઈએ.

ચેપના શરૂઆતનાં કેટલાંક અઠવાડિયાં દરમ્યાન વાયરસ લોહીમાંથી છૂટો પડી શકે છે. રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્ટસ-પોલીમેરાઝ ચેઇન રિએક્શન (RT–PCR)ની વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે, પરંતુ પ્રત્યેક પદ્ધતિની સંવેદનશીલતા અલગ અલગ છે. કેટલીક પદ્ધતિઓ તબીબી નિદાન માટે અનુકૂળ છે. તબીબી નમૂનામાંથી RT–PCR પ્રોડક્ટ્સ વાયરસના જિનોટાઈપિંગ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે, જેનાથી વિવિધ ભૌગોલિક સ્ત્રોતોમાંથી લીધેલા વાયરસના નમૂનાઓની સરખામણી કરી શકાય છે.

ચિકનગુનિયાની જટિલતાઓ

આ જટિલતાઓ હોઈ શકે છે :

યુવાઈટિસ - આંખની અંદર આંતરિક રેટિના તેમજ સ્ક્લેરા અને કોર્નિયાથી બનેલા બાહ્ય રેસાવાળા સ્તર વચ્ચે બળતરા.

રેટિનાઈટિસ - રેટિનાની બળતરા કે સોજો

માયોકાર્ડિટિસ - હૃદયના સ્નાયુઓની બળતરા કે સોજો

હિપેટાઈટિસ - પિત્તાશય - યકૃતની બળતરા કે સોજો

નેફ્રાઇટિસ - કિડનીની બળતરા કે સોજો.

હેમરેજ - લોહી નીકળવું.

મેનિન્ગોએન્સેફેલિટિસ - મગજના પટલ અને જોડાયેલી પેશીઓનો સોજો કે બળતરા

માયલાઇટિસ - કરોડરજ્જુનો સોજો કે બળતરા

ગિલેઇન-બેરી સિન્ડ્રોમ - માંસપેશીઓની નબળાઈથી ઓળખાતો દુર્લભ પેરિફેરલ નર્વસ સિસ્ટમ રોગ

ક્રેનિયલ નર્વ પાલ્સીઝ - ક્રેનિયલ ચેતાઓ કામ કરતી અટકી જવી.

સારવાર

આ વાયરસ ભાગ્યે જ જીવલેણ નીવડે છે, પરંતુ તેનાં લક્ષણો ગંભીર અને વિકલાંગ બનાવી દે તેવાં હોય છે. મોટા ભાગના દર્દીઓને એક સપ્તાહમાં તાવ ઉતરી જાય છે, પરંતુ સાંધાનો દુઃખાવો કેટલાક મહિનાઓ સુધી ચાલુ રહે છે. એક વર્ષ પછી પણ 20 ટકા દર્દીઓ સાંધાના દુઃખાવાની ફરિયાદ કરતા હોવાનું જોવા મળ્યું છે.

ચિકનગુનિયાની સારવાર માટે કોઈ ચોક્કસ દવા નથી; ડોક્ટરો ફક્ત આરામ કરવાનું અને પુષ્કળ પ્રવાહી લેવાનું જણાવે છે.

ઉપચાર સિવાયની પૂરક દવાઓ તાવ અને સાંધાના દર્દમાં રાહત આપશે. જેમાં સામેલ છે ઃ

નેપ્રોક્ઝેન

ઈબુપ્રોફેન

એસેટામિનોફેન

લાંબા સમય ચાલતા દુઃખાવા માટે ફિઝિયોથેરપી મદદગાર નીવડી શકે છે.

નિવારણ અને નિયંત્રણ

DEET (એન, એન-ડાયેથિલ-મેટા-ટોલુમાઇડ) ધરાવતા જંતુ ભગાડનારા - ઈન્સેક્ટ રેપેલેન્ટનો ઉપયોગ કરો અથવા ત્વચા અને વસ્ત્રો ઉપર પિકારિડિન લગાવો.

સંપૂર્ણ શરીરને આવરી લે તેવાં વસ્ત્રો પહેરો.

ખાસ કરીને વહેલી પરોઢે કે સમી સાંજે બની શકે ત્યાં સુધી મકાનની અંદર જ રહો.

મહામારી ફેલાઈ હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળો.

લીંબોળીનું તેલ, યુકેલિપ્ટસ કે પીએમડી (પી-મેન્થેન-3.8 ડિયોલ) ધરાવતી પ્રોડક્ટ્સ અસરકારક સાબિત થઈ શકે છે.

મચ્છરોને રૂમમાં પ્રવેશતા અટકાવે તેવું એર-કન્ડિશનર વાપરો.

મચ્છરદાનીમાં સુઓ.

મચ્છર ભગાડનારી અગરબત્તી અને જંતુનાશક વેપોરાઈઝર્સનો ઉપયોગ કરો.

ચિકનગુનિયાથી ભાગ્યે જ કોઈનું મૃત્યુ થાય છે, છતાં તેનાં લક્ષણો પીડાદાયી અને લાંબો સમય ચાલનારાં હોય છે. મચ્છરોથી દૂર રહેવું એ જ ઉપાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.