ઉત્તર પ્રદેશઃ મળતી માહિતી મુજબ મેરઠની હોસ્પિટલમાં વાંદરાઓ દ્વારા કોરોના દર્દીના સેમ્પલ છીનવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે. તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વાંદરાઓ દ્વારા બ્લડ સેમ્પલ છીનવી લેવાનો આ વીડિયો 2 દિવસ જૂનો છે. વીડિયોમાં વાંદરો સેમ્પલ અને ગ્લોવ્ઝ ખાઈ રહ્યો છે. વૉર્ડ બૉય આ સેમ્પલ લઈને જઈ રહ્યો હતો. લોકોમાં ભય વધી ગયો છે કે હવે સંક્રમણ વધારે ના ફેલાય.
આ અંગે આચાર્ય ડો.એસ.કે. ગર્ગનું કહેવું છે કે, વાયરલ થતો વીડિયો તેમના ધ્યાનમાં આવ્યો છે. તેમણે આ સંદર્ભમાં પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યું છે કે, જે નમૂનાઓ વાંદરાઓ છીનવીને ભાગ્યા હતા તે કોરોના તપાસના સેમ્પલ ન હતા. તે કોરોના વોર્ડમાં દાખલ દર્દીના લોહીનો નમૂનો હતો. જેથી કોઈ પણ પ્રકારનો ભય નથી. દર્દીના બીજા નમૂના લેવામાં આવ્યા હતા અને તેમને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. સેમ્પલને કડક સુરક્ષા સાથે લેવાનું કહેવામાં આવ્યું છે જેથી ફરીથી આવી કોઈ ઘટના ન બને.