RSS પ્રમુખ મોહન ભાગવતે 600 સ્વંય સેવકોને સંબોધિત કરતા કહ્યું કે, "એક લોકતંત્રમાં ચૂંટાઇને આવવું તે મહત્વની વાત છે, તેમની પાસે અપાર શકિત હોય છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે તેઓ સત્તાનો દુરૂપયોગ કરે. જો આ બાબતે સરકાર કોઇ બેદરકારી દાખવે છે તો સંધ તેને સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે સલાહ-સૂચનો આપશે."
RSS પ્રમુખે આ ટિપ્પણી PM મોદીના શપથગ્રહણ કર્યાના થોડા સમય બાદ કરી હતી. તેમણે કહ્યું કે "તમે કેટલું સારૂં કામ કરો કે લોકોની મદદ કરો તેનાથી લોકોને ફરક નથી પડતો અહંકાર બધું જ છીનવી લે છે."
ઉલ્લેખનીય છે કે, મોહન ભાગવત 4 દિવસ માટે કાનપુર યાત્રા પર હતા. ત્યાં તેમણે RSSના કાર્યકરોનું સંબોધન કર્યું હતું. સાથે જ તેમણે સામાજિક સમાનતા, શિક્ષા અને સામાજિક દુષણ જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી.