ઉત્તર પ્રદેશઃ એક તરફ જ્યાં સામાન્ય લોકો દેશભરમાં ચીની પ્રોડક્ટનો બહિષ્કાર કરી રહ્યાં છે, તો બીજી તરફ સ્વદેશી વસ્તુઓ અપનાવવા પણ હોડ જામી છે. એક શિલ્પકારે સ્વદેશીને અપનાવવા અને દેશમાં નિર્મિત વસ્તુઓનો ઉપયોગ કરવાની પહેલ કરી છે. વડાપ્રધાનથી પ્રેરાઈને શિલ્પકારે પોતાની દુકાન બનાવવામાં આવતા માટીના વાસણોમાં મોદીનું રુપ આપવાનું શરૂ કર્યું છે. તેમનું કહેવું છે કે, પીએમ મોદીએ કોરોનામાં લોકોને ફ્રિજમાંથી ઠંડુ પાણી ના પીવા કહ્યું છે. આ જોતા તેમણે પીએમ મોદીના ચહેરા સાથે માટીના ઘડા બનાવવાનું શરૂ કર્યું છે. ત્યારબાદ, આવા માટીના ઘડા ખરીદનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે, જેના કારણે તેમના નફામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
નિરાલા નગર પાસે ડઝનબંધ શિલ્પીઓની દુકાનો છે. પરંતુ હવે ઉનાળાની સીઝનમાં તેઓએ મૂર્તિઓને બદલે માટીના વાસણો બનાવવાનું શરૂ કરી દીધું છે. શિલ્પકાર રિંકુ કહે છે કે, દેશને સંબોધન કરતી વખતે પીએમ મોદીએ લોકોને કોરોનાના રોગથી બચવા માટે ફ્રિજ પાણી ના પીવાનું કહ્યું હતું. તેનાથી પ્રેરણા લઈને તેમણે પીએમ મોદીના રુપના માટીના ઘડા બનાવવાનું શરૂ કર્યું હતું. આ ઘડા તેમણે દુકાનની બહાર મૂકતાની સાથે જ લોકો ખરીદી માટે પડાપડી કરી રહ્યાં હતા. મોદીના ઘડાને કારણે તેમનો ધંધો ઘણો વધી ગયો છે. પહેલા દરરોજ 2થી 4 ઘડા વેચાતા હતા. પરંતુ હવે દરરોજ 10થી 15 ઘડા વેચાઇ રહ્યાં છે.