સુષ્માજીનું અવસાન એ વ્યક્તિગત નુકસાન છે. ભારત માટે તેમના યોગદાનને પ્રેમથી યાદ કરવામાં આવશે. મારી સાંત્વના આ દુઃખદ ક્ષણે તેમના પરિવાર, સમર્થકો અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.
સુષ્માજીએ છેલ્લા 5 વર્ષમાં વિદેશપ્રધાન તરીકે કરેલી અથાગ મહેનત હું ભૂલી શકતો નથી. જ્યારે તેમની તબિયત સારી ન હતી, ત્યારે પણ તેઓ પોતાના કામને ન્યાય આપવા માટે શક્ય તેટલું કામ કર્યુ, કામ માટે અને પોતાના મંત્રાલય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અપ્રતિમ હતી.
એક ઉત્તમ એડમિનિસ્ટ્રેટર, સુષ્માજીએ સંભાળેલા દરેક મંત્રાલયમાં તેમણે ઉચ્ચ ધોરણો નિર્ધારિત કર્યા. વિવિધ દેશો સાથે ભારતના સંબંધોને વધુ સારા બનાવવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એક પ્રધાન તરીકે વિશ્વના કોઈપણ ભાગમાં મુશ્કેલીમાં મુકાયેલા સાથી ભારતીયોની મદદ કરી હતી.
સુષ્માજી એક અદ્દભૂત વક્તા અને શ્રેષ્ઠ સંસદ સભ્ય હતા. પક્ષમાં તેઓ પ્રભાવશાળી અને આદરણીય હતાં. ભાજપની વિચારધારા અને હિતની બાબતોની વાત આવે ત્યારે તેઓ કોઈ સમાધાન કરતા નહી., પક્ષના વિકાસમાં તેમણે ખૂબ જ ફાળો આપ્યો હતો.
ભારતીય રાજકારણમાં એક ગૌરવપૂર્ણ પ્રકરણનો અંત આવ્યો છે. ભારતે તેમના મહત્વના નેતાને ગુમાવ્યા છે. તેમના નિધન પર ભારત દુ:ખી છે. તેમણએ પોતાનું જાહેર જીવન દેશની સેવા અને ગરીબોના જીવનને વધુ સમૃધ્ધ બનાવવા સમર્પિત કર્યું હતું. સુષ્મા સ્વરાજજી કરોડો લોકો માટે પ્રેરણારૂપ હતાં.