નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિના માધ્યમથી જમીન સંપત્તિ માલિકોને સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાની યોજનાનો શુભારંભ કરશે. સ્વામિત્વ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવેલા પ્રોપર્ટી કાર્ડનું ડિજિટલ વિતરણ સવારે 11 કલાકે વડાપ્રધાન મોદી કરશે.
આ યોજનાથી જમીન માલિકો પોતાની સંપત્તિને નાણાકીય સંપત્તિ તરીકે ઉપયોગ કરી શકશે. જિલ્લાઅધિકારી કૌશલરાજ શર્મા જિલ્લાના મહેસૂલ વિભાગ અને પંચાયતી રાજ વિભાગના અધિકારીઓની સાથે વેબ લિંક પર કાર્યક્રમ હાજર રહેશે. જિલ્લા અધિકારીએ જણાવ્યું કે, પૂર્વી ઉત્તર પ્રદેશના વારણસી સહિત 37 જિલ્લામાં સ્વામિત્વ યોજના હેઠળ ઘરોનું વિતરણ કરવામાં આવશે.
આ યોજનાની શરુઆત એપ્રિલ માસમાં કરવામાં આવી હતી. વર્ષ 2024 સુધીમાં 6.62 લાખ ગામોમાં આ યોજના લાગુ કરવામાં આવશે. યોજના વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયા મિશનનો એક ભાગ છે. આ માટે પંચાયતી રાજ મંત્રાલયે ઈ-ગ્રામ પોર્ટલની શરુઆત કરવામાં આવી છે. આ પોર્ટલ પર ગ્રામ સમાજ સાથે જોડાયેલી સમસ્યાઓની જાણકારી મળશે. જેના માધ્યમથી ખેડૂત જાણકારી ઓનલાઈન મેળવી શકશે.