મોદીએ આ વિશે ટ્વીટ કર્યું હતું કે, હું સાઉદી અરેબિયા પહોંચી ગયો છું, નજીકના મિત્રો સાથેના સંબંધોને મજબૂત કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ પ્રવાસની શરૂઆત કરી રહ્યો છું. હું આ યાત્રા દરમિયાન ઘણા કાર્યક્રમોમાં હાજરી આપીશ.
વડાપ્રધાન મોદી 'ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ ફોરમ' માં વ્હાટ્સ નેક્સ્ટ ફોર ઈંડીયા ? પર એક મહત્વપૂર્ણ વ્યાખ્યાન આપશે. મોદી પોતાની યાત્રા દરમિયાન સાઉદી અરેબિયાના શાહ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે.
વડાપ્રધાને પ્રવાસ પર જતા પહેલા દિલ્હીમાં પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, હું સાઉદી અરેબિયાના શાહ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને પણ મળીશ અને દ્વિપક્ષીય સહયોગના વિવિધ મુદ્દાઓ અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરીશ.
તેમણે કહ્યું હતું કે, ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે પરંપરાગત રીતે નજીકના મૈત્રી સંબંધો રહ્યા છે. સાઉદી અરેબીયા ભારતની ઉર્જાની જરૂરિયાતને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ અને વિશ્વસનીય દેશ બની રહ્યો છે.
ભારત અને સઉદી અરબની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર યાત્રા દરમિયાન વેસ્ટ કોસ્ટ રિફાઈનરી પ્રોજેક્ટ અને ભારતના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ કાર્યક્રમ સહિત ઉર્જા ક્ષેત્રમાં મહત્વના કરારોને અંતિમ રૂપ આપશે.
કિંગ સલમાન બિન અબ્દુલઅજીજ અલ સઉદના આમંત્રણ પર સઉદી અરબનો પ્રવાસ કરવા ગયેલા મોદી આજે ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટના શિખર સંમેલનમાં ભાગ લેશે અને ત્રીજા સત્રમાં મુખ્ય ભાષણ આપશે. મોદી રાજા અને ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય વાર્તા પણ કરશે.