રાહુલે કહ્યું કે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ લોકોને વહેંચી રહ્યાં છે. સાથે જ પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે નફરત પાછળ છુપાઈ જાય છે.
રાહુલે ટ્વીટ કરી કહ્યું કે, 'ભારતના યુવાઓ, મોદી અને શાહે તમારા ભવિષ્યને બર્બાદ કરી નાખ્યુ છે. તે નોકરીઓની કમી અને અર્થવ્યવસ્થાની સ્થિતિને લઇને તમારા ગુસ્સાનો સામનો નહીં કરી શકે. એ જ કારણ છે કે આપણા ભારતને વહેંચી રહ્યા છે અને નિષ્ફળતા પાછળ છુપાઇ રહ્યાં છે.
કોંગ્રેસ નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ સોમવારે રાજઘાટ પર સત્યાગ્રહ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ સહિત પક્ષના ટોંચના નેતાઓ હોવાની સંભાવના છે.