PM મોદીએ કહ્યું કે, આતંકવાદની વિરુદ્ધ એક થઇને લડાઇ લડવી પડશે. તેમણે કહ્યું કે આ ઘટના ખુબ જ સંવેદનશીલ અને ભાવુક છે. સંપુર્ણ દેશ અત્યારે એક સાથે છે. જે લોકોએ આ હુમલો કર્યો છે તેમને આનો જવાબ આપવામાં આવશે, ગુનેગારોને સજા જરુર મળશે.
મારુ દેશવાસીઓ અને બીજી રાજનૈતિક પાર્ટીઓથી અનુરોધ છે કે તેઓ આ મુદ્દાને રાજનીતિથી દુર રાખી આ દુ:ખના સમયે સાથ આપશે.
પાકિસ્તાન એવું સમજે છે કે તેઓ આવા હુમલા કરાવશે અને ભારત ડરી જશે, પરંતુ એવું નથી ભારત ક્યારેય અસ્થિર નહી થાય.
આર્થિક સમસ્યાઓથી લડી રહેલુ પાકિસ્તાન એટલું સમજીલે કે તે પોતાના ઇરાદાઓમાં કામયાબ નહી થાય.