વડાપ્રધાન મોદી દર મહિને રેડીયો કાર્યક્રમ 'મન કી બાત'થી દેશવાસીઓ સાથે રૂબરૂ થાય છે. આજે તેમણે પોતાના કાર્યક્રમમાં સૌને તહેવારની શુભેચ્છા પાઠવીને ડૉટર ઓફ નેશન લત્તા મંગેશકરને જન્મદિનના શુભકામના પાઠવી હતી.
PM મોદીના સંબોધનના મહત્વના અંશ...
- બધાને નવરાત્રી મહોત્સવ, દુર્ગાપૂજા, દશેરા અને ભાઈભીજ સહિતના અનેક તહેવારોની સૌને શુભેચ્છા પાઠવી હતી. સાથે તહેવારોની ઉજવણી સંકલ્પમયી બનાવવા માટે અપીલ કરી હતી.
- તહેવારોને લઈને સ્ત્રી સન્માનની વાત કરી હતી. 'ભારતની કી લક્ષ્મી' નામના અભિયાનની જાણકારી આપી હતી. આ અભિયાન અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં કાર્યરત લક્ષ્મી સ્વરૂપ દીકરીઓને સન્માન આપવા માટે #BharatKiLaxmiનો ઉપયોગ કરીને તેનો પ્રચાર કરવા જણાવ્યું હતું.
- અરૂણાચલ પ્રદેશના બાળકીની વાત કરતાં તેમણે બાળકીનો પત્રને વાંચીને એક્સઝામ વોરિયર નામની પુસ્તક અંગે વાત કરી હતી.
- e-cigaretteના પ્રતિબંધને લઈને વાત કરતાં તેના નુકસાનની જાણકારી આપી હતી.
આમ, વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ વડાપ્રધાન મોદી મન કી બાત કાર્યક્રમ થકી લોકો સાથે રૂબરૂ થયા હતા.