ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ સામાજિક સંગઠનોને કહ્યું, કોરોનાની ખોટી સૂચનાઓ, અંધ વિશ્વાસને દૂર કરો - કોરોના વાઇરસ

વડાપ્રધાન મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અલગ અલગ સામાજિક કલ્યાણ સંગઠનોના સભ્યો સાથે વાતચીત કરી હતી. આ સમયે વડાપ્રધાને સામાજિક સંગઠનોના નેતાઓને કહ્યું કે કોરાનાથી ફેલાઇ રહેલી ખોટી સૂચનાઓ અને અંધ વિશ્વાસને દુર કરે.

વડાપ્રધાન મોદીએ સામાજિક સંગઠનોને કહ્યું, કોરોનાની ખોટી સૂચનાઓ, અંધ વિશ્વાસને દૂર કરો

author img

By

Published : Mar 30, 2020, 9:10 PM IST

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસને લઇને સોમવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અલગ અલગ સામાજિક કલ્યાણ સંગઠનોના સભ્યો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે સમાજ કલ્યાણ સાથે જોડાયેલા સભ્યો કોરોના વાઇરસ સાથે જોડાયેલી ખોટી સૂચનાઓ અને અંધ વિશ્વાસને દૂર કરવાની ભૂમીકા ભજવી શકે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશ કોવિડ-19નો સામનો કરી રહ્યો છે. ગાંધી કહેતા હતા કે ગરીબોની સેવા કરવી જ રાષ્ટ્રની સેવા કરવાનો સૌથી બેસ્ટ ઉપાય છે. આ તકે વડાપ્રધાને લોકોની સેવા કરવામાં આગળ આવેલા સંગઠનોના સમર્પણની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન સાથે કોન્ફરન્સિંગમાં રાષ્ટ્રૂીય સ્વયંસેવક સંધના નેતા ભૈયા જી જોશી, દાઉદી વોહરા સમિતિના સભ્ય, યોગગુરૂ બાબા રામદેવ, રામકૃષ્ણ મિશન અને શ્રી શ્રી રવિશંકર સામેલ હતા.

આ વચ્ચે વડાપ્રધાને કહ્યું કે ધર્મના નામ પર લોકો સામાજિક દૂરીના નિયમોનું ઉલ્લંધન કરી અને એકઠા થઇ રહ્યાં છે. તેથી તેને સામાજિક દૂરીના મહત્વથી શિક્ષિત કરવાની જરૂરત છે. જેથી કોરોના વાઇરસ જેવા ઘાતક વાઇરસના પ્રસારથી બચી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.