હાલમાં એક દિવસ પહેલા બંગાળના ઘટાલ લોકસભામાં મમતાનો કાફલો જઈ રહ્યા હતો તે દરમિયાન અમુક ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જયશ્રી રામના નારા લગાવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
વડાપ્રધાન અહીં કટાક્ષ કરતા કહ્યું કે, દીદી જયશ્રી રામ બોલવા પર જેલમાં મોકલી દે છે તો હું પણ આજે જયશ્રી રામ બોલ્યો છું, તો શું મને પણ જેલમાં મોકલી દેશે.
વડાપ્રધાન મોદીએ અહીં માકપાના મહાસચિવ સીતારામ યેચૂરી પર પણ પ્રહારો કર્યા હતાં.
આપને જણાવી દઈએ કે, હાલમાં યેચૂરીએ રામાયણ અને મહાભારતના ઉદાહરણો લઈ હિંસાનો ઉલ્લેખ કર્યો હતો.
યેચૂરીએ કહ્યું હતું કે, રામાયણ અને મહાભારત હિંદુ હિંસાથી ભરપૂર છે.
જેને લઈ વડાપ્રધાને કહ્યું હતું કે, હિંદું ધર્મ વિરુદ્ધ અપમાનજનક ભાષા વાપરવી વામપંથીઓની આદત બની ગઈ છે.
વડાપ્રધાને કહ્યું હતું કે, બંગાળમાં દીદી 10 સીટ પણ નહીં જીતે.