નવી દિલ્હીઃ આ વાતચીતમાં "બંને નેતાઓ સંમત થયા હતાં કે બંને દેશની સરકાર રોગચાળાના પડકારવના પગલાં તેમજ દ્વિપક્ષીય સંબંધોના અન્ય પાસાઓ પર સંકલન માટે આગામી દિવસોમાં સંપર્કમાં રહેશે,"
મોદી-ફુક વાતચીત પછી વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે. વિયેતનામમાં કોરોના વાઈરસના આશરે 270 કેસ નોંધાયા છે. બંને નેતાઓએ કોવિડ -19 રોગચાળાને લઈને ઉદભવેલી પરિસ્થિતિ અને આ પડકારને પહોંચી વળવા લેવામાં આવી રહેલા પગલાઓની ચર્ચા કરી હતી.
બંને વડા પ્રધાનોએ ભારત અને વિયેતનામ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેઓએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસની પણ સમીક્ષા કરી. મોદીએ કટોકટીના પગલે વિએતનામના લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
મોદીએ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન, બહરીનના રાજા હમાદ બિન ઇસા અલ ખલીફા, ઓમાનના સુલતાન હેથામ બિન તારિક અને સ્વીડનના વડા પ્રધાન સ્ટેફન લોફવેન સાથે પણ વાત કરી હતી.