તો આ બાબતે માયાવતીએ જવાબ આપતા કહ્યું હતું કે, યોગ્ય સમયે તેનો જવાબ આપીશું. પણ મોદી ઉના અને રોહિત વેમૂલા કાંડમાં કેમ રાજીનામું આપતા નથી. તેનો જવાબ ક્યારે આપશે.
મોદીએ અહીં માયાવતી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જ્યારે માયાવતી પર હુમલો થયો ત્યારે તેમણે કહ્યું હતું કે, આ તમામ મહિલાઓનું અપમાન છે. પણ આજે અલવરમાં થયેલી ગેંગરેપની ઘટનામાં એક દલિત બેટી પીડિત છે, છતાં પણ માયાવતી ચૂપ છે. શું તેમને આ વાતનું કોઈ દુ:ખ નથી, અને જો દુખ થતું હોય તો કોંગ્રેસ સરકારમાંથી સમર્થન કેમ પાછું ના લીધું.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, જો સાચે જ માયાવતીને દેશની દિકરીઓ પ્રત્યે ચિંતા છે તો રાજસ્થાનમાંથી સરકારનું સમર્થન પાછું લે.