કેટલાક પ્રધાનોને બાદ કરતા તમામ વિભાગોના સેક્રેટરીઓએ પોત પોતાના વિભાગોની જાણકારી આપી હતી. સૂત્રોના જણાવ્યાં અનુસાર પરિવહન પ્રધાન અને રેલવે પ્રધાનને બાદ કરતા તમામ વિભાગો તરફથી અધિકારીઓએ ચર્ચામાં ભાગ લીધો હતો.
બેઠકમાં સામેલ એક પ્રધાને જણાવ્યું કે વડાપ્રધાને તમામની મીટિંગ લીધી હતી. જે લોકોના વિભાગથી વડાપ્રધાન મોદી પ્રભાવિત થયા તેમાથી કેટલાક ટોચના પ્રધાનો સામેલ છે.