નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં દેશનો સંબોધન કરતા જણાવ્યું કે, હું દેશના લોકોની માફી માગુ છું, કારણ કે કોરોના વાઇરસ સામે લડવા માટે થોડા એવા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનાથી દેશના લોકોને મુશ્કેલી સહન કરવી પડે છે. PM મોદીએ ગરીબોની ખાસ માફી માગી છે.
આકરા પગલાં માટે માફી માગુ છું-PM
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, થોડા નિર્ણયને કારણે તમારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. ગરીબોને ખાસ મુશ્કેલી પહોંચી છે. PM મોદીએ કહ્યું કે, મને ખ્યાલ છે કે, તમારામાંથી થોડા લોકો મને નારાજ પણ કરશે, પરંતુ કોરોના સામે લડવા માટે આ પગલું જરૂરી હતું. PM મોદીએ કહ્યું કે, કોરોના વાઇરસ માણસોને મારવા માગે છે. તેમણે કહ્યું કે, લોકડાઉન તમને બચાવવા માટે લાગૂ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોવિડ-19 સાથેની લડાઈ અધરી છે અને તેની સાથે મુકાબલો કરવા માટે આવા નિર્ણયો જરૂરી હતો. ભારતના લોકોને સુરક્ષિત રાખવા માટે આવા નિર્ણયો જરૂરી હતા.
લોકડાઉનનો અમલ નહીં કરનારા લોકો પોતાના જીવન સાથે રમી રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તે સમજે છે કે જાણી-જોઈને કોઈ કાયદો તોડવા માંગતું નથી, પરંતુ કેટલાક લોકો આ કરી રહ્યા છે. PMએ કહ્યું કે તે આવા લોકોને કહેવા માગે છે કે, જો તેઓ લોકડાઉનનું પાલન નહીં કરે તો આ રોગ પર કાબૂ મેળવવો આઘરૂં બનશે. તેમણે કહ્યું કે, લોકો લોકડાઉનનો અમલ નહીં કરનારા લોકો તેના જીવન સાથે રમી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે આપણે કોરોના સામે યુદ્ધ લડતા આપણા સૈનિકો પાસેથી પ્રેરણા લેવાની જરૂર છે. PMએ કહ્યું કે, આપણે ડૉકટર, નર્સ, મેડિકલ સ્ટાફ પાસેથી શીખવાની જરૂર છે. PMએ કહ્યું કે, આપણે કોરોનાને પરાજિત કરનારા સાથીદારો પાસેથી પ્રેરણા લેવાની જરૂર છે.
કોરોનાને માત આપનારા વ્યક્તિઓ સાથે PMએ કરી ચર્ચા
વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં એવા લોકો સાથે ચર્ચા કરી હતી, જેમણે કોરોનાને માત આપી છે. વડાપ્રધાન મોદીએ સોફ્ટવેર એન્જિનિયર રામ અને આગરાના અશોક કપૂર સાથે ચર્ચા કરી હતી. રામે કહ્યું કે, લોકડાઉન જેલ જેવું નથી અને લોકો નિયમોનું પાલન કરીને ઠીક થઇ શકે છે. અશોક કપૂરે કહ્યું કે, હું આગરાના આરોગ્ય કર્મી અને સ્ટાફનો આભાર વ્યક્ત કરવા માગુ છું. તેમણે કહ્યું કે, દિલ્હીના હોસ્પિટલમાં કર્મચારીઓ અને સ્ટાફે તેમની મદદ કરી હતી.
વડાપ્રધાન મોદીએ કોરોના દર્દીની સારવાર કરનારા ડૉક્ટરો સાથે પણ ચર્ચા કરી હતી. આ ડૉક્ટરોએ જણાવ્યું કે, તેઓ સંપૂર્ણ જોશ સાથે કોરોના દર્દીની સારવાર કરી રહ્યાં છે. વડાપ્રધાને આચાર્ય ચરકની પંક્તિઓની ચર્ચા કરીને જણાવ્યું કે, જે કોઈ પ્રકારની શારીરિક ઇચ્છા વિના દર્દીઓની સારવાર કરે છે, તે જ સાચા અને સારા ડૉક્ટર છે.