અહીં આ બંને નેતાઓ પોત પોતાની પાર્ટીના ઉમેદવાર માટે મત માંગશે. વડાપ્રધાન મોદી એક રેલી કરશે તથા પ્રિયંકા ગાંધી આજે દિલ્હીમાં રોડ શૉ કરશે.
દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં મોદી જનસભાને સંબોધન કરશે. વડાપ્રધાન મોદી સાંજે પાંચ વાગ્યે અહીં જનસભા કરશે. એવું જણાઈ રહ્યું છે આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ પણ જોડાવાની સંભાવના છે. વડાપ્રધાનની આ સભા માટે નોઈડા, ગાજિયાબાદ, ગુડગાવ, ફરિદાબાદ જેવા વિસ્તારોમાંથી અનેક ગાડીઓની વ્યવસ્થા કરાઈ છે.
તો આ બાજુ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ દિલ્હીમાં આજે રોડ શૉ કરશે. પ્રિયંકા ગાંધી અહીં બે અલગ અલગ જગ્યાએ રોડ શૉ કરશે. પહેલો રોડ શો 4 વાગ્યે ઉત્તર પૂર્વીય દિલ્હીમાં શીલા દિક્ષીત સાથે અને બીજો રોડ શો 6 વાગ્યે દક્ષિણ દિલ્હીમાં બોક્સર વિજેન્દર માટે કરશે.
આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં લોકસભાની 7 સીટ છે તથા અહીં અમુક સીટ પર ત્રિપાંખીયો જંગ થવાનો છે જ્યાં 12 મેના રોજ છઠ્ઠા તબક્કામાં મતદાન થશે.