મુંબઈ : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ગ્રામજનોના એક સમૂહ દ્વારા ચોર હોવાના શક પર ત્રણ લોકોને ઢોરમાર મારી હત્યા કરી દેવામાં આવી છે. પાલઘર પ્રશાસનને જાણ થતાં 100 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
કાસા પોલીસ સ્ટેશન અધિકારી આનંદરાવ કાલેના જણાવ્યા પ્રમાણે, આ ત્રણ લોકો કાર મારફતે મુંબઈથી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તેમનો રસ્તો રોક્યો હતો. ગ્રામજનોના એક સમૂહ દ્વારા ચોર હોવાની આશંકા પર ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી.