ETV Bharat / bharat

આંબેડકરનગરમાં હત્યારાઓને ટોળાએ જીવતો સળગાવ્યો, વીડિયો વાયરલ - burnt

આંબેડકરનગર જિલ્લામાં 3 ઇસમોએ ટાંડા તાલુકાના પૂર્વ પ્રમુખની હત્યા કરી હતી. જે કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પોલીસની હાજરીમાં લોકોએ આરોપીઓને મારી મારીને અધમુઆ કરી નાખ્યા હતા. જે બાદ ભીડે એક આરોપીના ચહેરા પર પેટ્રોલ નાંખી સળગાવી દીધી હતી. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ambedkar
ambedkar
author img

By

Published : Jun 26, 2020, 11:01 PM IST

ઉત્તર પ્રદેશઃ આંબેડકરનગર જિલ્લામાં 3 ઈસમોએ પૂર્વ તાલુકા પ્રમુખની હત્યા કરી હતી. જે બાદ ભડકેલી ભીડે આ બે આરોપીને માર માર્યો હતો. જેમાં બંન્ને આરોપીના મોત નીપજ્યા હતા. પોલીસે ત્રિજા આરોપીને જીવતો પકડી લીધો હતો. એક આરોપી પર પેટ્રોલ નાખીને લોકોએ સળગાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ 1 આરોપી પોલીસ એન્કાઉન્ટર અને 1 આરોપીને લોકોએ માર્યો છે.

હત્યારાઓને ભીડે જીવતો સળગાવ્યો, વીડિયો વાયરલ

ઈબ્રાહીમપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ચિનગી ગામનો રહેવાસી ધર્મેન્દ્ર વર્મા શુક્રવારે બપોરે ઉતરેથૂ માર્કેટમાં સીડ સ્ટોરની દુકાન પર બેઠો હતો. આ સમયે ત્યાં પહોંચેલા ત્રણ હથિયારધારી ઈસમોએ ગોળી મારી ધર્મેન્દ્રની હત્યા કરી હતી. ઘટના સ્થળે હાજર પોલીસકર્મી રામભવન આરોપી સાથે ઘર્ષણ થયું હતું.

આ દરમિયાન આરોપીઓએ તેના પર પણ ફાયરિંગ કર્યું હતું. જેમાં રામભવનના હાથમાં ગોળી વાગી હતી. ગોળીબારનો અવાજ સાંભળીને આજૂબાજૂ લોકો એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા લોકોએ બે આરોપીને પકડ્યા બાદ તેમને માર માર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.