17 સપ્ટેમ્બરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસેથી જ્યારે ચંદ્રયાન પસાર થયુ ત્યારે NASAએ તસ્વીર લીધી છે. જ્યાં વિક્રમ લેન્ડરે હળવાશથી ઉતરવાનો પ્રયાસ કર્યો હતો.છે.
અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ શુક્રવારે ચંદ્રયાન-2 આ અંગે ખુલાસો કર્યો છે. જેમાં ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરની કપરા ઉતરાણ અંગે વાત કરાઈ છે. નાસાએ તે જગ્યાની ઘણી તસવીરો પણ જાહેર કરી હતી, જ્યાં વિક્રમની લેન્ડિગ થવાનું હતું. જો કે, વિક્રમ ક્યાં પડ્યું આ અંગે જાણી શકાયું નથી. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ચંદ્ર પર રાત થઈ ગઈ હતી, જેના કારણે મોટાભાગે સપાટી પર માત્ર અંધારું જોવા મળતું હતુ. એવામાં વિક્રમ લેન્ડર કોઈ પડછાયા પાછળ હોઈ તેવું બની શકે છે.
નાસા ઓક્ટોબરમાં દક્ષિણી ધ્રુવથી રાત પુરી થાય ત્યારબાદ ફરી પોતાના લૂનર રિકોનેસા ઓર્બિટરના કેમેરાથી વિક્રમનું લોકેશન જાણવા અને તેની તસવીર લેવાનો પ્રયાસ કરશે. પહેલા પણ એજન્સી આવા પ્રયાસો કરી ચુકી છે, પરંતુ તેમાં તે સફળ રહી નથી.