ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં સબ સલામતના દાવા પોકળ: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં બધુ યોગ્ય છે તેવો દાવો કર્યો હતો. જેની પર કોર્ટે શંકા વ્યક્ત કરી હતી.

ો
મહારાષ્ટ્રમાં સબ સલામતના દાવા પોકળ: સુપ્રીમ કોર્ટ
author img

By

Published : Jul 9, 2020, 5:15 PM IST

નવી દિલ્હીઃ દેશની વડી અદાલતે મહારાષ્ટ્ર સરકાર પાસે રાજ્યમાં ફસાયેલા પ્રવાસીઓની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરવાનું કહ્યુ હતું. જે અંગે મહારાષ્ટ્ર સરકારે કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યુ હતું. આ એફિવડેવિટમાં સરકારે તમામ શ્રમિકોને ભોજન ઉપલબ્ધ કરાવાતું હોવાનો દાવો કર્યો હતો. પરંતુ આ દાવે સાચો ન હોય તેવું કોર્ટને લાગી રહ્યું છે.

ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષપણા હેઠળની બેંચે લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોની અરજી અંગે સુનાવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે તાકીદ કરી હતી કે, અદાલતે સરકારને સુચિત કરેલા આદેશોનું પાલન કરે. જેથી પ્રવાસીઓને વિનામૂલ્યે પરિવહન, ભોજન અને રોજગાર ઉપલબ્ધ કરાવી શકાય. મેધા પાટકર, સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન અને નિકિતા વાજપેયી દ્વારા કરાયેલી અરજીમાં આ પ્રકારની માગ કરાઈ હતી. જે પૈકી સીપીઆઈએલ દ્વારા કરાયેલી અરજીને એક સપ્તાહ સુધી સ્થગિત કરાઈ છે.

મહારાષ્ટ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતા કોર્ટના ધ્યાન પર લાવ્યા હતાં કે, જે શ્રમિકોએ પહેલા રાજ્યમાંથી વતન જવાનું કહ્યુ હતું તેઓએ મહારાષ્ટ્રમાં જ રોકાવાનું નિર્ણય કર્યો છે. કારણ કે, રાજ્ય સરકારે હવે રોજગારની તકો આપવાનું શરુ કર્યુ છે. પહેલી મે થી લગભગ સાડા ત્રણ લાખ શ્રમિકો કામ-ધંધે લાગ્યા છે.

જો કે, કોર્ટને લાગ્યુ હતું કે મહારાષ્ટ્ર સરકારનો આ દાવો સાચો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.