છેલ્લા કેટલાક દિવસથી જમ્મુ કાશ્મીરમાં રાજકીય અને સુરક્ષાની રીતે ધરખમ ફેરફાર કરાયા હતાં. સરકારને એક-એક પગલાંની સાથે જમ્મુમાં ઉત્તેજના વધતી હતી. ગઈકાલે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી, પૂ્ર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા અને સજ્જાદ લોનને નજરબંધ કરાયા હતાં.
આ બાજુ અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પૂર્ન:ગઠન બિલ રજુ કર્યુ હતું. બિલ પાસ થવાની સાથે જ જમ્મુ કાશ્મીરમાં નજરબંધ રખાયેલા ત્રણેય નેતાઓની ધરપકડ કરાઈ છે. હાલમાં મહેબૂબા મુફ્તીને ગેસ્ટ હાઉસ લઈ જવાયા છે. બિલ પાસ થયા બાદ તરત જ સરકારે આ એક્શન લીધો છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારથી જમ્મુ કાશ્મીરમાં હલચલ શરુ થઈ હતી ત્યારથી મહેબૂબા મુફ્તી અને અન્યા નેતાઓ કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠાવી રહ્યા છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણયનું ભયંકર પરિણામ આવશે તેવા નિવેદનો આપી રહ્યા છે. જેથી જમ્મુમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.