શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે જણાવ્યું હતું કે, ત્રણ પાર્ટીઓ વચ્ચે થનારી બેઠક રદ્દ કરાઈ છે. કારણ કે, આ ત્રણેય પાર્ટીઓના ધારાસભ્ય પોતપોતાના મતવિસ્તારોમાં હવામાન સંબંધિત પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં અને ચૂંટણી ખર્ચને વિગતો ચૂંટણી પંચને સોંપવામાં વ્યસ્ત છે.
આગળ વાત કરતાં શિંદેએ જણાવ્યું હતું કે, "ત્રણેય પક્ષોનું પ્રતિનિધિમંડળ શનિવારે રાજ્યપાલને મળવાનું હતું. પરંતુ, ત્રણેય પક્ષોના અગ્રણી નેતાઓ અને ધારાસભ્યો હવામાન સંબંધિત પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં અને પોતપોતાના ક્ષેત્રમાં નુકસાનનું મૂલ્યાંકન સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત છે."
આમ, કમોસમી વરસાદના કારણે દેશભરના ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે જે-તે મત વિસ્તારના અગ્રણીઓ પોતપોતાના મતવિસ્તારમાં આંકલનમાં અને ચૂંટણી પંચને ચૂંટણીમાં ખર્ચ આપવાના કાર્યમાં વ્યસ્ત દેખાઈ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, આ ત્રણેય પાર્ટીઓ રાજ્યમાં ગઠબંધન દ્વારા સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ, કોઈના કોઈ કારણસર તેમની એક પણ બેઠકનું પરીણામ જોવા મળી રહ્યું નથી. જેથી 12 નવેમ્બરથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું છે.