આ બેઠકમાં ચૂંટણી દરમિયાન કાળાનાણાં અને અન્ય ગેરકાયદેસર સામગ્રીની વહેંચણી પર નજર રાખનારા અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકની અધ્યક્ષતા મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડા કરશે. જેમાં ચૂંટણી કમિશ્નર અશોક લવાસા તથા સુનીલ ચંદ્રા સહિત પંચના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે.
આ બેઠકમાં નિરીક્ષકોને સોંપવામાં આવેલી જવાબદારીઓ વિશે ચર્ચા કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, 10 માર્ચના રોજ અરોડા દ્વારા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ ચૂંટણી પંચની આ પ્રથમ બેઠક છે.
ચૂંટણી પંચે લોકસભાની 543 સીટો માટે 11 એપ્રિલથી શરૂ થનારી ચૂંટણીમાં બાજનજર રાખવા માટે 800થી વધુ નિરીક્ષકો તૈનાત કરવામાં આવશે. જેમાં નિરીક્ષકો, પોલીસ સેવાના અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સામેલ થશે.
પ્રથમ તબક્કા માટે 11 એપ્રિલના રોજ થનારા મતદાન માટે 18 માર્ચના રોજ અધિસૂચના જાહેર કરવામાં આવશે. લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ થશે.