ETV Bharat / bharat

છત્તીસગઢના રાજનંદગાવમાં બળજબરીપૂર્વક કોરોના ટેસ્ટના સેમ્પલ લેવાયા - છત્તીસગઢમાં કોરોના વાઇરસ

છત્તીસગઢના રાજનંદગાંવ પાસે આવેલા લખોલીના લોકો કોરોના ટેસ્ટ માટેના સેમ્પલ આપવાની મનાઈ કરતા સ્થાનિક તંત્ર દ્વારા પોલીસના સહારે લોકો પર બળપ્રયોગ અજમાવવામાં આવ્યો હતો અને સેમ્પલ લેવામાં આવ્યા હતા.

છત્તીસગઢના રાજનંદગાવમાં બળપૂર્વક કોરોના ટેસ્ટ સેમ્પલ લેવાયા

author img

By

Published : Jun 28, 2020, 4:30 PM IST

છત્તીસગઢ: કોરોના વાઇરસથી લડવા માટે હવે કોરોના વોરિયર્સને લોકો પર બળપ્રયોગ કરવાની જરૂર પડી છે. છત્તીસગઢના રાજનંદગાંવ પાસે આવેલા લખોલી ગામના લોકો કોરોના વાઇરસ ટેસ્ટ માટે સેમ્પલ આપવાની મનાઈ કરતા પોલીસ તંત્ર દ્વારા મોટી સંખ્યામાં અધિકારીઓ તૈનાત કરી બળપૂર્વક તેમને સેમ્પલ આપવાની ફરજ પાડવામાં આવી હતી. આ તમામ સેમ્પલને તપાસ માટે રાયપુર એઇમ્સ માટે મોકલવામાં આવ્યા છે.

આ તમામ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ ટેસ્ટનો વિરોધ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

લખોલી ગામ પાસે કોરોના વાઇરસના સતત નવા કેસ સામે આવી રહ્યા છે ત્યારે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસી તંત્ર દ્વારા સંક્રમણ અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આથી સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સ્થાનિક તંત્રને ડોર ટુ ડોર કોરોના ટેસ્ટ માટે સૂચન કરવામાં આવ્યું હતું.

સ્વાસ્થ્ય વિભાગ દ્વારા લોકોને આ અંગે જાણ કરવા છતાં પણ લોકો મેડિકલ ટીમને સહકાર આપી રહ્યા ન હતા. જેના પરિણામે તંત્રે પોલીસની મદદ લીધી હતી. CMHO મિથીલેશ ચૌધરીએ આ મામલે લોકોને અપીલ કરી હતી કે કોરોના ટેસ્ટ માટે લોકો સામેથી આગળ આવે. જેથી જેમ બને તેમ વધુ પ્રમાણમાં ટેસ્ટિંગ થાય અને સંક્રમણ અટકાવી શકાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.