ETV Bharat / bharat

તબલીઘી જેહાદ અને મીડિયાનો પક્ષપાત, વાંચો વિશેષ લેખ

author img

By

Published : Apr 18, 2020, 5:31 AM IST

કોરોના મહામારી વચ્ચે એક બહુ નકારાત્મક અને સંભવિત રીતે ખતરનાક ફણગો એપ્રિલના પ્રારંભમાં ફૂટ્યો. મીડિયા સાથે જોડાયેલો આ ફણગો અટકાવવામાં નહિ આવે તો ભારતની સામાજિક સંવાદિતા અને તેની સાથે જોડાયેલી આંતરિક સુરક્ષાની બાબત પર અસરો પડશે.

media on tablighi jamat
તબલીઘી જેહાદ અને મીડિયાનો પક્ષપાત

ન્યૂઝડેસ્ક : 1927માં સ્થપાયેલી તબલીઘી જમાત રૂઢિવાદી ઇસ્લામી પંથ છે અને તેનો ધાર્મિક મેળાવડો દિલ્હીના નિઝામુદ્દીનમાં મધ્ય માર્ચમાં યોજાયો હતો. તેમાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ જોડાયા હતા અને બાદમાં કોરોના વાયરસના ફેલાવા સાથે તેની કડી મળી તેના કારણે ભારતમાં ભારે ભયનું વાતાવરણ ફેલાયું હતું. માર્ચના અંત ભાગથી એપ્રિલની શરૂઆત સુધીમાં ભારતભરમાંથી કોરોના ચેપના એવા કેસ મળવા લાગ્યા, જે લોકો તબલિગી જમાતના નિઝામુદ્દીનના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ અહેવાલોને ટીવી પર બહુ ચલાવવામાં આવ્યા હતા.

2020ની શરૂઆતમાં સિટિઝનશીપ એેમેન્ડમેન્ટ ઍક્ટના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા તે વખતે બહુ ખરાબ રીતે કેટલીક ચેનલોમાં મુસ્લિમ વિરોધી પક્ષપાત સાથે રજૂ થયા હતા તે બહુ દુખની વાત હતી.

કેટલીક ટીવી ચેનલોએ કોરોનાના ફેલાવાના સમાચારોને એવી રીતનું સ્વરૂપ આપ્યું કે પક્ષપાતી લાગે અને તેમાં વાઇરસ સાથે કોમવાદી પાસુ જોડવામાં આવ્યું. એપ્રિલની શરૂઆતમાં તબલીઘી-વાઇરસ અને કોરોના-જેહાદ જેવા શબ્દો વ્યાપક રીતે સોશ્યલ મીડિયામાં વપરાવા લાગ્યા હતા. કેટલાકે તો હદ કરી નાખી કે આ વાઇરસ વૂહાનમાં નહિ નિઝામુદ્દીનમાં જ પેદા થયો હતો!

કેટલી મોટી ટીવી ચેનલો અને સમાચાર સંસ્થાઓ ઉત્સાહમાં આવીને ફેક ન્યૂઝ ચલાવવા લાગ્યા હતા કે હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા તબલીઘી જમાતના લોકો મેડિકલ સ્ટાફ સાથે ગેરવર્તન કરે છે. તેઓ થૂંકે છે અને જાહેરમાં જ મળમૂત્ર વિસર્જન કરે છે. એક ચેનલે એવું સ્ટિંગ ઓપરેશન ચલાવ્યું કે તબલીઘી જમાતે ઇરાદાપૂર્વક 24 માર્ચે દાખલ થયેલા લૉકડાઉનનો ભંગ કર્યો હતો.

આવા અહેવાલો બાદમાં ખોટા સાબિત થયા હતા અને ઘણી ફેક્ટ ચેકિંગ વેબસાઇટ અને જૂથોએ જણાવ્યું કે કઈ હદે સોશ્યલ મીડિયામાં ફેક ન્યૂઝ ઇરાદાપૂર્વક ફેલાવામાં આવી રહ્યા છે જેથી મુસ્લિમોને ખરાબ ચીતરી શકાય. નિઝામુદ્દીનમાં એકઠા થયેલા તબલિગીઓએ નિયમોનો ભંગ કર્યો તેને સમગ્ર મુસ્લિમ સમાજ સાથે જોડીને તેને બદનામ કરવા માટેના પ્રયત્નો થયા, જે આ પ્રકારના મીડિયા માટે જાણીતી વાત બની ગઈ છે.

કોરોના વાઇરસના ખતરા સામે વ્યાપક ચેતવણીઓ વ્યક્ત થવા લાગી હતી, તેવા સમયે મધ્ય માર્ચમાં જમાતે નિઝામુદ્દીનમાં મેળાવડો કર્યો તે માટે જમાતની નેતાગીરીને ચોક્કસ જવાબદાર ઠરાવવી જોઈએ, પણ મીડિયામાં બહુ એકપક્ષી રીતે સમાચારો અપાયા હતા તે બાબતની પણ અવગણના થઈ શકે નહિ. નરેન્દ્ર મોદીએ 24 માર્ચના સંબોધનમાં લક્ષ્મણ રેખા રાખવાનું જણાવ્યું હતું અને મોટા પાયે લોકોને એકઠા ના થવા માટે જણાવાયું હતું.

આ રીતે જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને નિયમો જાહેર કરાયા હતા, તે પછીય મોટી સંખ્યામાં લોકો તબલિગીઓ નિઝામુદ્દીન મરકઝમાં ભેગા મળેલા હતા તે નિયમનો જ ભંગ હતો. આવો કોઈ પણ નિયમભંગ થાય ત્યારે તેની આકરી ટીકા કરવાનો મીડિયાને હક છે. સાથે જ એવા સવાલો પણ ઊઠાવવામાં આવ્યા હતા કે શા માટે સ્થાનિક પોલીસે આટલી મોટી સંખ્યામાં લોકોને ભેગા થવા દીધા હતા. આ બધા સવાલોનો જવાબ તટસ્થ તપાસ થાય ત્યારે જ મળી શકે છે.

જરૂર પ્રમાણે કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને તબલિગી જમાતના વડા મૌલાના સાદ સામે કલ્પેબલ હોમિસાઇડનો આઈપીસીની કલમ 304 હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.

જોકે તબલિગી જમાતનો કાર્યક્રમ નિઝામુદ્દીનમાં ચાલી રહ્યો હતો ત્યારે અને કોરોનાનો ભય ફેલાયો ત્યાર પછી ઘણા બધા રાજકીય અને હિન્દુ ધાર્મિક જૂથો સાથે સંકળાયેલા કાર્યક્રમો પણ ચાલતા રહ્યા હતા, પણ તેના તરફ મીડિયાનું ધ્યાન એટલું ગયું નહોતું.

આ બનાવોમાં ભોપાલમાં સરકાર બદલાઈ, લખનૌમાં રામનવમીની ઉજવણી થઈ અને તિરુપતિ, તિરુવનંતપુરમમાં લોકો પરંપરાગત રીતે એકઠા થયા હતા અને હાલમાં કર્ણાટકના ચિત્તરુ તાલુકામાં પ્રસિદ્ધ સિદ્ધલિંગમેશ્વરા જાત્રા યોજાઈ હતી.

જાહેર આરોગ્યની બાબત રાષ્ટ્રીય પડકાર છે અને અત્યારે covid-19 વૈશ્વિક મુદ્દો બન્યો છે, ત્યારે આ વાયરસ દર્શાવી રહ્યો છે કે તે રાષ્ટ્ર, ધર્મ, નાતજાત કે અમીરગરીના કોઈ ભેદભાવ વિના ફેલાઇ રહ્યો છે. તેથી એમ કહેવું તે ખોટું ગણાશે કે તબલિગીનો જમાવડો જાહેર આરોગ્ય માટે ખ્રિસ્તીના ઇસ્ટરના સન્ડે કરતાં કે હિન્દુ તહેવાર કરતાં વધારે ખતરનાક હોય છે.

અફસોસની વાત છે કે હાલના સમયમાં મીડિયાના એક હિસ્સાએ ધૃણા ફેલાવવાનું કામ કર્યું છે અને તેના કારણે બંધારણમાં વ્યક્ત થયેલી દેશભક્તિ અને રાષ્ટ્રીય હિતની ખરી વ્યાખ્યા વિકૃત્ત બની ગઈ છે.

અન્ય માટે અસહિષ્ણુતા અને ધાકધમકી સાથેની ભાષાને રાષ્ટ્રવાદ ગણાવી લેવાના કારણે જે હિન્દુત્વ એજન્ડા આગળ વધી રહ્યો છે તે ભારત માટે વાઇરસ કરતાંય ખતરનાક છે. આ વિચારસરણી કરોડો હિન્દુઓ જે પરંપરા પાળે છે તેનાથી જુદા પ્રકારનું હિન્દુત્વ છે.

તબલિગી જમાત ભારતીય ઉપખંડમાં ફેલાયેલી છે, જે અનુયાયીઓને મૂળ ઇસ્લામ તરફ પાછા લઈ જવાનો પ્રચાર કરે છે. ઘણા ઉદારવાદી મુસ્લિમોએ તેને મુશ્કેલી પેદા કરનારી ‘તકલિફી જમાત' પણ ગણાવી છે.

મુસ્લિમ સમાજને ત્રાસવાદ સાથે કોરોના સાથે જોડી દેવાનો ધિક્કારનો માર્ગ ભારતને જોખમી માર્ગે લઈ જશે. પક્ષપાતી મીડિયા કોમવાદી જૂથોને હિંસક માર્ગે વાળી શકે છે, તે આપણે રવાન્ડામાં જોયું હતું. આ એક એવી ‘લક્ષ્મણ રેખા’ છે, જે ભારતે પાર કરવી જોઈએ નહિ.

લેખક- સી. ઉદય ભાસ્કર, ડિરેક્ટર, સોસાયટી ફૉર પોલિસી સ્ટડીઝ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.