આ બેઠકમાં સપા-બસપા વચ્ચેની સીટની વહેંચણી મુદ્દે પણ ચ્રર્ચા થઇ શકે છે. ચૂંટણી માટેની રેલી અને કયા ઉમેદવારને ક્યાંથી ટિકિટ આપવી આ બાબતે ચર્ચા થઇ શકે છે.
બુધવારે સપાના મુખ્ય નેતા અખિલેશ યાદવ સાથે થયેલી વાતચીતમાં તેમણે કોંગ્રેસથી દુર રહેવાની વાત પર જોર આપ્યું હતું. જોનલ કોઓર્ડિનેટર ભીમરાવ આંબેડકર અનુસાર, બસપા અઘ્યક્ષ માયાવતી લખનઉ કેંપ કાર્યાલય પર લોકસભા પ્રભારીઓ અને જોનલ કોઓર્ડિનેટરોની બેઠક બોલાવી છે. જેમાં લોકસભાની ચૂંટણીને લઇને અનેક વિષયો પર ચર્ચા થઇ શકે છે.